Team Chabuk-Political Desk: જ્યારે પોતાના વિસ્તારમાં ચૂંટણી લડવા માટે ટિકિટ નથી મળતી ત્યારે નેતાઓ આખું ગામ માથે લેતા હોય છે. પરંતુ તેનાથી વિપરિત કોંગ્રેસના મહિલા ધારાસભ્યની દરિયાદીલી સામે આવી છે. બનાસકાંઠાના વાવ વિસ્તારના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય (MLA) ગેનીબહેન ઠાકોરે જન જાગરણ અભિયાન કાર્યક્રમમાં સોમવારના રોજ પોતાના કરતા સારો વિકલ્પ કોંગ્રેસને મળતો હોય તો સીટ છોડવાની તૈયારી પણ દર્શાવી છે.
બનાસકાંઠના દિયોદરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જન જાગરણ અભિયાન અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના મહિલા ધારાસભ્ય (MLA) ગેની બહેન પણ ઉપસ્થિતિ રહ્યા હતા. તેઓએ કોંગ્રેસ પક્ષને જીતાડવાની અપીલ કરી હતી. ટિકિટ ન મળતા ગરાસ લૂંટાઈ ગયો હોય તેવી નેતાઓની સ્થિતિ હોય છે પરંતુ તેનાથી ઉલટું ગેની બહેને કોંગ્રેસ પક્ષ માટે પોતાની ટિકિટ અને મતવિસ્તારની આહુતિ આપવાની વાત કરી હતી. તેમણે મંચ પરથી જાહેર નિવેદન કરી સૌને ચોંકાવી દીધા હતા કે મારા કરતા સારો વિકલ્પ મળે તો હું સીટ છોડવા પણ તૈયાર છું.
તેમણે કાર્યક્રમમાં ભાજપ ઉપર પણ પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ સરમુખત્યારશાહી ચલાવી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં બુથ ઉપર કટાર લઈ ઉભું રહેવું પડે તો પણ તૈયાર રહેવું. આ સિવાય તેમણે સ્વતંત્રતા સેનાની ઝાંસીની રાણી અને ભગતસિંહનું નામ લઈ કહ્યું હતું કે, ચૂંટણી જીતવા માટે ઝાંસીની રાણી કે ભગતસિંહ બનવું પડે તોપણ કોંગ્રેસના કાર્યકરો તૈયાર રહેશે. આ પ્રથમ વખત નથી. ભૂતકાળમાં પણ ગેની બહેન દ્વારા અઢળક તેજાબી નિવેદનો કરવામાં આવ્યા છે. જોકે તેમની વિકલ્પ મળે તો સીટ છોડવાની વાત ઘણાને પસંદ આવી હતી. કેમ કે રાજકારણમાં પક્ષની જીતનું મહત્વ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત