Homeગુર્જર નગરીગીર સોમનાથઃ વાડીમાં ટામેટાંની પેટી જેમ ખડક્યો હતો દારૂનો જથ્થો, આરોપીના પૂર્વ...

ગીર સોમનાથઃ વાડીમાં ટામેટાંની પેટી જેમ ખડક્યો હતો દારૂનો જથ્થો, આરોપીના પૂર્વ CM, રાજેશ ચુડાસમા સાથેના ફોટો વાયરલ

શૈલેષ નાઘેરા : ગીર સોમનાથ જિલ્લો ફરી એકવાર દારૂ માટે બદનામ થયો છે. જિલ્લાના તાલાલા ગીરમાંથી પોલીસે 8 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. સાથે જ અરવિંદ રામોલિયા નામના એક શખ્સની ધરપકડ પણ કરી છે. જ્યારે ઊનાનો કુખ્યાત રસિક જીણા નામનો આરોપી ફરાર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

પોલીસે બાતમીના આધારે તાલાલા ગીરના ધાવા-સુરવા ગામની સીમમાં અરવિંદ બાબુ રામોલિયાની વાડીમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન દારૂનો જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે, અરવિંદ રામોલિયાની વાડીમાં બે, પાંચ કે દસ પેટી નહીં પરંતુ પુરી 164 પેટી વિદેશી દારૂનો જથ્થો હારબદ્ધ ખડકેલો હતો. દારૂ એ રીતેે ખડક્યો હતો જાણે કે એ ટામેટાંની પેટીઓ હોય. અરવિંદ રામોલિયાએ વાડીમાં દારૂ રાખવાનું આખે-આખું ગોડાઉન જ બનાવી દીધું હતું. જે ગોડાનમાં ખેતરમાં પકવેલો પાક રાખવાનો હોય તે ગોડાઉનમાં અરવિંદ રામોલિયા દારૂની પેટીઓ રાખતો !

પોલીસને હાલ તેના ખેતરમાંથી 164 પેટી મળી છે. જો કે, તેણે અત્યાર સુધીમાં વિદેશી દારૂની કેટલી પેટીઓ વેચી મારી છે તેનો પોલીસને પણ અંદાજો નથી. હાલ આ મુદ્દે પોલીસે વધ તપાસ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે, આરોપી અરવિંદે દીવથી દારૂની ખેપ મારી છે.

બીજી તરફ અરવિંદ રામોલિયા નામના આરોપીને લઈ રાજકારણ ગરમાયું છે. કારણ કે અરવિંદ રામોલિયાના ફોટા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડસમાં સાથે ફોટો વાયરલ થયા છે. આરોપ લગાવાઈ રહ્યો છે કે, અરવિંદ રાજકીય વગ ધરાવતો હોવાથી મામલો દબાવી દેવાશે ત્યારે જોવાનું રહેશે કે પોલીસ અરવિંદ સામે શું કાર્યવાહી કરે છે.

હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, અરવિંદ તેની વાડી સુધી આટલી મોટી સંખ્યામાં દારૂની પેટી લાવ્યો કઈ રીતે ?  અરવિંદ સાથે અન્ય કોણ કોણ દારૂની ખેપ મારવામાં સામેલ છે ? સાથે જ કેટલા સમયથી થે આવી રીતે દારૂનો ધંધો કરે છે ?  અરવિંદની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. બીજી તરફ પોલીસે રસિકની પણ શોધખોળ શરૂ કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments