શૈલેષ નાઘેરા : ગીર સોમનાથ જિલ્લો ફરી એકવાર દારૂ માટે બદનામ થયો છે. જિલ્લાના તાલાલા ગીરમાંથી પોલીસે 8 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. સાથે જ અરવિંદ રામોલિયા નામના એક શખ્સની ધરપકડ પણ કરી છે. જ્યારે ઊનાનો કુખ્યાત રસિક જીણા નામનો આરોપી ફરાર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
પોલીસે બાતમીના આધારે તાલાલા ગીરના ધાવા-સુરવા ગામની સીમમાં અરવિંદ બાબુ રામોલિયાની વાડીમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન દારૂનો જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે, અરવિંદ રામોલિયાની વાડીમાં બે, પાંચ કે દસ પેટી નહીં પરંતુ પુરી 164 પેટી વિદેશી દારૂનો જથ્થો હારબદ્ધ ખડકેલો હતો. દારૂ એ રીતેે ખડક્યો હતો જાણે કે એ ટામેટાંની પેટીઓ હોય. અરવિંદ રામોલિયાએ વાડીમાં દારૂ રાખવાનું આખે-આખું ગોડાઉન જ બનાવી દીધું હતું. જે ગોડાનમાં ખેતરમાં પકવેલો પાક રાખવાનો હોય તે ગોડાઉનમાં અરવિંદ રામોલિયા દારૂની પેટીઓ રાખતો !

પોલીસને હાલ તેના ખેતરમાંથી 164 પેટી મળી છે. જો કે, તેણે અત્યાર સુધીમાં વિદેશી દારૂની કેટલી પેટીઓ વેચી મારી છે તેનો પોલીસને પણ અંદાજો નથી. હાલ આ મુદ્દે પોલીસે વધ તપાસ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે, આરોપી અરવિંદે દીવથી દારૂની ખેપ મારી છે.
બીજી તરફ અરવિંદ રામોલિયા નામના આરોપીને લઈ રાજકારણ ગરમાયું છે. કારણ કે અરવિંદ રામોલિયાના ફોટા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડસમાં સાથે ફોટો વાયરલ થયા છે. આરોપ લગાવાઈ રહ્યો છે કે, અરવિંદ રાજકીય વગ ધરાવતો હોવાથી મામલો દબાવી દેવાશે ત્યારે જોવાનું રહેશે કે પોલીસ અરવિંદ સામે શું કાર્યવાહી કરે છે.


હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, અરવિંદ તેની વાડી સુધી આટલી મોટી સંખ્યામાં દારૂની પેટી લાવ્યો કઈ રીતે ? અરવિંદ સાથે અન્ય કોણ કોણ દારૂની ખેપ મારવામાં સામેલ છે ? સાથે જ કેટલા સમયથી થે આવી રીતે દારૂનો ધંધો કરે છે ? અરવિંદની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. બીજી તરફ પોલીસે રસિકની પણ શોધખોળ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
