Homeગુર્જર નગરીજવાબદારીએ હાથમાંથી પેન છોડાવવી પાવડો આપ્યો પરંતુ અંદરના ચિત્રકારને ન મારી શકી,...

જવાબદારીએ હાથમાંથી પેન છોડાવવી પાવડો આપ્યો પરંતુ અંદરના ચિત્રકારને ન મારી શકી, આજે દ્વારકાધીશ મંદિરની દીવાલો પર જોવા મળે છે આ વ્યક્તિના ચિત્રો

Team Chabuk-Gujarat Desk: આજે ટીમ ચાબુક તમને એવા વ્યક્તિનો પરિચય કરાવવા જઈ રહી છે જેઓ ભણ્યા નથી પણ ગણ્યા છે. મતલબ કે, પરિસ્થિતિએ બાળપણમાં જ તેમનો અભ્યાસ છોડાવી દીધો અને જવાબદારીનું પોટલું સંભાળતા સંભાળતા તેમનું બાળપણ વીતિ ગયું પરંતુ તેમની અંદરનો એક ચિત્રકારને બાળપણથી જ જીવીત હતો. મોટા થઈને પણ તેમણે એ ચિત્રકારને મરવા ન દીધો. આજે તેઓનો આ ચિત્રકાર જીવ એવા આબેહૂબ ચિત્રો કંડારે છે કે જોવાવાળા પણ આશ્ચર્યમાં મુકાય જાય છે.

લોકોનો પ્રેરણાસ્ત્રોત બની શકે તેવી આ વાત દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના કેનેડી ગામના અરવિંદ દેવરાજ ખાણધરનો છે. અરવિંદભાઈને બાળપણથી જ ચિત્રકલામાં ખૂબ જ રસ. સાતમા ધોરણમાં હતા એ વખતે નાના-મોટા ઘણાં ચિત્રો બનાવ્યા કરે. અરવિંદભાઈ ઘરમાં એક માત્ર દીકરા, ઘરમાં તેમનાથી 3 મોટી બહેનો હતી. ત્રણેય બહેનો સાસરે ગયા પછી ખેતીની જવાબદારી અરવિંદભાઈ ઉપર આવી પડી.

તેમનો એ સમય એવો વિચિત્ર હતો કે અરવિંદભાઈ માટે ખેતી, અભ્યાસ અથવા ચિત્ર ત્રણેયમાંથી એકની પસંદગી કરવી જરૂરી હતી.  આખરે પરિવારના નિર્વાહ અને જવાબદારીના લીધે અરવિંદભાઈને ખેતીની પસંદગી કરવી પડી. થોડા સમય સુધી તેમણે ખેતી કરી, પણ અંતરમાં સુષુપ્ત અવસ્થામાં રહેલો શોખ રહી રહીને દેખા દીધે રાખતો હતો. ધીરે ધીરે અરવિંદભાઈએ ખેતીની સાથે સાથે ચિત્રો બનાવવાનું શરૂ કર્યું અને પોતાની અંદરના એક ચિત્રકારને જીવતો રાખ્યો.

અત્યાર સુધીમાં અરવિંદભાઈએ 800થી વધારે ચિત્રો બનાવ્યાં છે. અનેક વ્યક્તિ, મહાનુભાવોના ચિત્રો ઉપરાંત રાજ્યો અને  દેશના નકશા અને સંસ્થાઓના લોગો પણ અરવિંદભાઈએ બનાવ્યા છે. ઝાંસી ખાતે યોજાયેલી મણિકર્ણિકા આર્ટ ગેલેરીમાં યોજાયેલ એક્ઝિબિશનમાં કુલ 14 દેશના 181 કલાકારોની કૃતિઓમાં અરવિંદભાઈની 2 કૃતિનો પણ સમાવેશ થયો છે.  ઓઇલ પેઇન્ટ, પ્લાસ્ટિક પેઇન્ટ ઉપરાંત પેન્સિલ વર્ક થી પણ ચિત્રો બનાવવામાં માહેર એવા અરવિંદભાઈની કેટલીય કૃતિઓ વિવિધ અખબારો અને પ્રકાશનોમાં પણ ચમકી ચૂકી છે. ગુજરાત સરકારે 2021ની દિવાળી સમયે માહિતી ખાતાનો જે દિપોત્સવી અંક બહાર પાડ્યો તેમાં પણ અરવિંદભાઈના ચિત્રો પ્રકાશિત થયાં છે.

ઘણી વખત અમુક આર્ટ ભગવાન તરફથી માણસને ગોડ ગિફ્ટ તરીકે મળ્યાં હોય છે. અરવિંદભાઈના કેસમાં પણ એવું જ…. તેમને અરવિંદભાઈએ પોતાના શોખને તેને રોજીરોટીની સાથોસાથે સતત જીવતો રાખ્યો અને તેના લીધે જ આજે તેમના ચિત્રો અનેક જગ્યાએ સ્થાન પામ્યા છે અને વખણાયા છે. દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિરમાં પણ અરવિંદભાઈના ચિત્રો સ્થાન પામ્યા છે, જે તેમની ચિત્રો દોરવાની કાબેલિયત દર્શાવે છે. હાલ પણ ચિત્રો દોરવાની તેમની યાત્રા યથાવત છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments