Team Chabuk-National Desk: સ્ટેન્ડ અપ કોમેડી કરી ખ્યાતનામ થયેલા અને ગો ગોવા ગોન, હંસમુખ અને ડેલી બેલી જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા વીર દાસની એક કવિતાથી ભારતમાં વિવાદની આંધી ફૂંકાઈ છે. વિદેશમાં એક સ્ટેન્ડ અપ કોમેડી શો દરમિયાન વીરે ભારત વિરોધી ટીપ્પણી કરી હતી. એમણે કહ્યું હતું કે, હું એ ભારતમાંથી આવું છું જ્યાં દિવસમાં મહિલાઓની પૂજા કરવામાં આવે છે અને રાતના ગેંગરેપ. આ વિવાદિત કવિતા પર નેતા અને સેલિબ્રિટીઓમાં પણ બે ફાંટા પડી ગયા છે. કોંગ્રેસના બે નેતાઓએ વીર દાસને ટેકો આપ્યો છે જ્યારે અન્ય નેતાઓ વીરદાસની ટ્વીટર પર ઝાટકણી કાઢી રહ્યા છે.
શશિ થરૂર અને કપિલ સિબ્બલ વીર દાસના બચાવમાં ઉતર્યાં છે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી સોશિયલ મીડિયા પર વીર દાસની આકરા શબ્દોમાં ટીકા કરી રહ્યા છે. અશોક પંડિતે વીર દાસને આતંકી ઘોષિત કરી દીધો છે. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે વીડિયો જાહેર કરી જણાવ્યું છે કે- જુઓ કોમેડિયન હોય કે દેશનો કોઈ પણ નાગરિક હોય તેને એ અધિકાર નથી કે દેશનો મજાક ઉડાવે. બેઈજ્જતી કરે. વિદેશની ધરતી પર હિન્દુસ્તાનની મજાક ઉડાવવી એ ઠીક નથી.
વીરદાસે હાલમાં જ વોશિંગ્ટન ડીસીના ધ જ્હોન કેનેડી સેન્ટરમાં એક સ્ટેન્ડ અપ પરફોર્મન્સ આપી હતી. જેનો વીડિયો તેમણે પોતાના યુટ્યૂબ ચેનલ પર પણ અપલોડ કર્યો છે. આ વીડિયોને હું બે ભારતથી આવું છું શીર્ષક આપવામાં આવ્યું છે. અભિનેતા ખૂદ પણ વિદેશમાં છે. વીડિયો સામે આવતા જ બોમ્બે હાઈકોર્ટના એડવોકેટ આશુતોષ જે દુબેએ કોમેડિયનની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
વીરદાસે જે કહ્યું તે શબ્દો
“मैं उस भारत से आता हूं, जहां AQI 9000 है लेकिन हम फ़िर भी अपनी छतों पर लेटकर रात में तारे देखते हैं.
मैं उस भारत से आता हूं, जहां हम दिन में औरतों की पूजा करते हैं और रात में गैंगरेप करते हैं.
मैं उस भारत से आता हूं जहां आप हमारी हंसी की खिलखिलाहट हमारे घर की दीवारों के पार से भी सुन सकते हैं
और मैं उस भारत से भी आता हूं जो कॉमेडी क्लब की दीवारें तोड़ देता है, जब उसके अंदर से हंसी की आवाज़ आती है.
मैं उस भारत से आता हूं, जहां ओल्ड लीडर्स अपने मरे पिता के बारे में बात करना बंद नहीं करते और न्यू लीडर्स अपनी जीवित मां के रास्तों पर चलना शुरू नहीं करते.
मैं उस भारत से आता हूं, जहां की एक बड़ी आबादी 30 साल से छोटी है लेकिन फिर भी 75 साल के लीडर्स के 150 साल पुराने आइडियाज़ को सुनना बंद नहीं करती.
मैं उस भारत से आता हूं, जहां लोग क्लब के बाहर सड़कों पर सोते हैं लेकिन साल में 20 बार तो सड़क ही क्लब होती है.
मैं उस भारत से आता हूं, जहां हम वेजेटेरियन होने में गर्व महसूस करते हैं लेकिन उन्हीं किसानों को कुचल देते हैं, जो ये सब्ज़ियां उगाते हैं.
मैं उस भारत से आता हूं जो कभी चुप नहीं होता और मैं उस भारत से आता हूं जो कभी नहीं बोलता.
मैं उस भारत से आता हूं, जहां बच्चे मास्क लगा कर एक दूसरे का हाथ थामते हैं और मैं उस भारत से भी आता हूं, जहां के लीडर्स बिना मास्क लगाए गले मिलते हैं
मैं उस भारत से आता हूं, जहां हम बॉलीवुड की वजह से ट्विटर पर बंटे होते हैं लेकिन थिएटर के अंधेरे में उसी बॉलीवुड की वजह से एक साथ होते हैं.
मैं उस भारत से आता हूं, जहां हम जब भी ‘ग्रीन’ के साथ खेलते हैं ब्लीड ब्लू का नारा देते हैं लेकिन ग्रीन से हारने पर हम अचानक से ऑरेंज हो जाते हैं.
मैं उस भारत से आता हूं, जहां म्यूजिक हमारा ‘बहुत हार्ड’ है लेकिन जज़्बात ‘बहुत सॉफ्ट’ हैं.
मैं उस भारत से आता हूं, जो ये देखेगा और कहेगा ‘ये कॉमेडी नहीं है.. जोक कहां है ?’ और मैं उस भारत से भी आता हूं, जो ये देखेगा और जानेगा कि ये बहुत बड़ा जोक ही है. बस फ़नी नहीं है”.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત