Team Chabuk-Gujarat Desk: રાષ્ટ્રવિકાસમાં યોગદાન આપનાર યુવાઓને નેશનલ યુથ એવોર્ડ-૨૦૧૯-૨૦થી સન્માનિત કરવામાં આવનાર છે. આ માટે ગીર સોમનાથ જિલ્લાના સમાજલક્ષી ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ કરનાર યુવક-યુવતીઓ તા.૧૯ ડિસેમ્બર સુધીમાં એવોર્ડ મેળવવા માટે અરજી કરી શકશે.
ભારત સરકાર દ્વારા નેશનલ યુથ એવોર્ડ ૨૦૧૯-૨૦ માટે રાષ્ટ્રના વિકાસમાં, સમાજ સેવામાં, યુવાઓ માટેની પ્રવૃતિઓ, શોધ અને સંશોધન, સાંસ્કૃતિક વારસો, માનવાધિકારના પ્રચાર, કલા અને સાહિત્ય, પ્રવાસન, પરંપરાગત ઔષધી, જાગૃત નાગરિકતા, સામુદાયીક સેવા, રમતગમત અને શૈક્ષણીક શ્રેષ્ઠતા, તથા સ્માર્ટ લર્નિંગ ક્ષેત્રે અભૂતપૂર્વ કામ કરનાર યુવક-યુવતીઓને પ્રતિ વર્ષે નેશનલ યુથ એવોર્ડ પ્રદાન કરવામાં આવે છે.
આમ, આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપેલ હોય તેવા ગીર સોમનાથ જીલ્લાના યુવક-યુવતીઓએ તા.૧૯-૧૧-૨૦૨૧ સુધીમાં https://innovate.mygov.in/national-youth-award-2020 ઉપર અરજીઓ મોકલી આપવાની રહેશે.તેમ યુવા વિકાસ અધિકારી, ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.
અનુસુચિત જાતિના કલાકારો માટે સૌરાષ્ટ્ર ઝોનની લોકનૃત્ય તાલીમ શિબિર જૂનાગઢ ખાતે યોજાશે
અનુસુચિત જાતિના કલાકારોની સૌરાષ્ટ્ર ઝોનની લોકનૃત્ય તાલીમ શિબિર જૂનાગઢ ખાતે યોજાનાર છે. આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા ગીર સોમનાથ જિલ્લાના અનુસુચિત જાતિના કલાકારો કે, જેઓની વય મર્યાદા ૧૪થી ૩૫ વર્ષની હોય, તેઓએ સાદા કાગળમાં પાસપોર્ટ સાઇઝના ફોટગ્રાફ, નામ સરનામાં, મોબાઇલ નંબર, કલાક્ષેત્રે કરેલ કામગીરીની સંક્ષિપ્ત માહિતી ઉપરાંત સરનામા અને જન્મતારીખના પુરાવા સાથેની અરજી તા. ૨૦-૧૧-૨૦૨૧ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂ જિલ્લા યુવા વિકાસ અધિકાર, જિલ્લા રમત ગમત કચેરી, જિલ્લા સેવા સદન રૂમ નં- ૩૧૩,૩૧૪ બીજો માળ, ઇણાજ ખાતે મોકલી આપવાની રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
