Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તો વેરાવળના ગ્રામ્ય વિસ્તાર તેમજ તાલાલા, ઊના અને ગીરગઢડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. દ્રોણ ગામે જાણે ચોમાસુ જામ્યુ હોય તેવો વરસાદ વરસ્યો હતો.
કમોસમી વરસાદના કારણે ગામડાઓમાં ખેડૂતોનો તૈયાર પાક પલળ્યો છે. અચાનક વરસાદના કારણે ખેડૂતોની મગફળી પલળી ગઈ છે. એટલું જ નહીં અનેક ખેડૂતોના ખેતરમાં રહેલો પશુઓનો ચારો પણ ભીંજાઈ ગયો છે.કમોસમી વરસાદના પગલે રવિ પાક લેતા ખેડૂતોમાં ચિંતા વધી છે. જો આ વરસાદ હજુ પણ ચાલુ રહેશે તો ખેડૂતોને માથે હાથ દઈનો રડવાનો વારો આવશે.
તાજેતરમાં જ ઉત્તર ગુજરાતમાં માવઠાનો માર પડ્યો હતો. બનાસકાંઠાના કાંકરેજમાં કમોસમી વરસાદથી રવિ પાકને નુકસાન થયું છે. ભર શિયાળે વરસાદથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણ વચ્ચે અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે. વલસાડના વાપીમાં પણ ભારે ઉકળાટ બાદ માવઠું પડ્યું હતું. જેને લઈને ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેશર સિસ્ટમની દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. હવામાન વિભાગે પણ કમોસમી વરસાદની આગાહી કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત