Homeગુર્જર નગરીઅમદાવાદ શહેરમાં બે મોટી કંપનીઓ પર આવક વેરા વિભાગના દરોડાથી ખળભળાટ

અમદાવાદ શહેરમાં બે મોટી કંપનીઓ પર આવક વેરા વિભાગના દરોડાથી ખળભળાટ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ આવક વેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. અમદાવાદ શહેરમાં સવારથી જ આવક વેરા વિભાગે શરૂ કરેલી દરોડાની કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ શહેરમાં પાઇપ બનાવતી નામાંકિત કંપની એસ્ટ્રલ (ASTRAL) પર આવક વેરા વિભાગે દરોડા પાડ્યા છે. સિંધુ ભવન રોડ પર આવેલી એસ્ટ્રલ કંપનીની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે અને કંપનીની આસપાસ પોલીસ સ્ટાફ તૈનાત કરાયો છે. આવક વેરા વિભાગે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

મળતી માહિતી પ્રમાણે, એસ્ટ્રલ (ASTRAL) કંપની પાઇપ બનાવતી મોટી કંપની છે. આ સિવાય અમદાવાદમાં આજે વહેલી સવારે આવક વેરા વિભાગના મેગા સર્ચ ઓપરેશનમાં ગુજરાતનાં બે નામાંકિત ગ્રુપો પર તવાઇ બોલાવાઈ છે. આજે એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર દરોડા પાડવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે કુલ 40 જગ્યાએ આવક વેરા વિભાગ ત્રાટકયું છે. જેના ભાગરૂપે ITના મેગા ઓપરેશનનું સર્ચ ઓપરેશન અમદાવાદ, મુંબઇ, દિલ્હી સહિતના શહેરોમાં તપાસ આરંભાઈ છે.

અમદાવાદમાં એક સાથે 25 જગ્યા પર રેડ કરવામાં આવી રહી છે. એસ્ટ્રલ પાઇપના ચેરમેન સંદિપ એન્જિનિયરને ત્યાં પણ તપાસ કરવામાં આવી છે. રત્નમણિના ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં પણ દરોડા પડતા ખળભળાટ મચી ગયો છે. બંને કંપનીનાં અન્ય ડાયરેકટરોને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત બહાર 15 જગ્યાએ સર્વે અને સર્ચ ઓપરેશન હાથ ધરવાની પ્રક્રિયા ચાલું છે. આવક વેરા વિભાગના 150થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. બંને કંપની સાથે સંકળાયેલા મોટા માથાના નામ ખૂલવાની શક્યતા છે. આવક વેરા વિભાગને મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. મળેલી માહિતી પ્રમાણે આ કાર્યવાહીમાં આવક વેરા વિભાગની ચાર ટીમ લાગી છે. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments