Team Chabuk-Gujarat Desk: લોકપ્રિય ગાયક સ્વ. મણિરાજ બારોટની બે દીકરીઓ લગ્નગ્રંથીથી જોડાઈ ગઈ છે. મણિરાજ બારોટની પુત્રી અને ગાયિકા રાજલ બારોટે બંને બહેનનું કન્યાદાન કર્યું હતું. લગ્નમાં જીગ્નેશ કવિરાજથી લઈને માયાભાઈ આહિર સહિતના કલાકારો હાજર રહ્યા હતા.
ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે એક બહેન, ભાઈ અને માતા-પિતાની ફરજ બજાવી સમાજમાં દાખલો બેસાડ્યો છે. રાજલે તેની એક મોટી બહેન અને કાલે બે નાની બહેનના ધામધૂમથી લગ્ન કરાવી તેમનું કન્યાદાન કર્યું હતું. ગાંધીનગરમાં યોજાયેલા આ લગ્ન પ્રસંગમાં રાજલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

રક્ષાબંધનમાં બહેન ભાઈના ઘરે જઈને રાખડી બાંધે છે પરંતુ રાજલ અને તેમની 3 બહેન પોતાના જ ઘરે એકબીજાને રાખડી બાંધે છે. બે વર્ષ પહેલાં રાજલની મોટી બહેન મેઘલના લગ્નમાં પણ રાજલે કન્યાદાન કરી એક અલગ ચીલો ચાતર્યો હતો. મણિરાજ બારોટ અને તેમની પત્નીના અવસાન બાદ તેમની ચાર દીકરી એકલી પડી ગઈ હતી. તેમને કોઈ ભાઈ ન હોવાથી રાજલ બારોટે પિતાના પગલે લોકગાયક બની બહેનોને મોટી કરી હતી.

ડાયરા ક્વીન તરીકે જાણીતી રાજલને ગાયકીની પ્રથમ તક તેમના પિતાએ જ આપી હતી. રાજલે જુલાઈ 2006માં પ્રથમવાર એક લોકગીત ગાયું હતું. જેના શબ્દો હતા, ‘હેલ ભરીને હું તો હાલું ઉતાવળી’ અને તે લોકગીત માટે રાજલને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. 13 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કરનારી રાજલ અત્યાર સુધીમાં 70 કરતા પણ વધુ આલ્બમમાં પ્લેબેક સિંગર રહી ચુકી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
