Homeગુર્જર નગરીગીર સોમનાથઃ ખારવા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપી યુવકે કબૂલી આ વાત

ગીર સોમનાથઃ ખારવા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપી યુવકે કબૂલી આ વાત

Team chabuk-Gujarat Desk: વેરાવળમાં ખારવા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે સંજય કોટિયા નામના આરોપીને ઝડપી લઈ વધુ કાર્યવાહી શરૂ કરી છે. સોમવારે રાત્રે વેરાવળમાં યુવકની હત્યા થઈ હતી. હાલ આ કેસમાં પોલસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.

સોમવારે રાત્રિના વેરાવળના ખારવાવાડમાં જતીન બાંડીયા નામના યુવકની હત્યા થઈ ગઈ હતી. વેરાવળના ખારવાવાડ઼માં ચાઈનીઝની લારી ચલાવતા જતીન બાંડીયા મોટર સાયકલ પર કોઈ વસ્તુ લઈને જઈ રહ્યો હતો ત્યારે જ સંજય કોટિયા નામના શખ્સે બાઈક અથડાવી જતીનને પછાડી દીધો હતો. ત્યારબાદ છરી વડે પાંચથી છ ઘા મારી હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.

ગીર સોમનાથ પોલીસને હત્યા અંગે જાણ થયા બાદ તાત્કાલિક પોલીસની ટીમ કામે લાગી ગઈ હતી.  મૃતકના ભાઈની ફરિયાદ બાદ પોલીસે રાત્રિના સમયે જ આરોપીને દબોચી લીધો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સંજયે કબૂલાત કરી છે કે, જતીન બાંડિયા તેની અવારનવાર મશ્કરી કરતો હતો. આ જ વાતનો વેર રાખીને તેણે જતીન બાંડિયાની હત્યા કરી દીધી છે.

advertisement-1

બીજી તરફ આ કેસમાં હત્યા પાછળનું કારણ પ્રેમ-પ્રકરણ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. એએસપી ઓમપ્રકાશ જાટે આ મુદ્દે જણાવ્યું હતું કે, તપાસમાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની આશંકા છે. જો કે, ચોક્કસ કારણ હાલ કહેવું મુશ્કેલ છે. પોલીસ તપાસ કરી રહી છે.પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments