Team Chabuk-National Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કૃષિ કાયદા મુદ્દે મહત્વનો નિર્ણય લેવાયો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કૃષિ કાયદાને પાછા ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં ત્રણેય કૃષિ કાયદાને અધિકૃત રીતે રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે અને તે માટે સરકાર સંસદમાં બિલ લાવશે.
વડાપ્રધાને કરી હતી જાહેરાત
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ રાષ્ટ્રજોગ સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને ઘરે પાછા ફરવા પણ અપીલ કરી હતી અને MSPને પ્રભાવી તથા પારદર્શક બનાવવા માટે સમિતિ બનાવવાની પણ જાહેરાત કરી હતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે, MSPને વધુ પ્રભાવી અને પારદર્શક બનાવવા માટે, એવા તમામ વિષયો પર, ભવિષ્યને ધ્યાનમાં રાખતા, નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ હશે. ખેડૂતો હશે, કૃષિ વૈજ્ઞાનિકો હશે અને કૃષિ અર્થશાસ્ત્રી પણ હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત બાદ પણ ખેડૂત સંગઠનોએ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને કહ્યું હતું કે જ્યાં સુધી સંસદની પ્રક્રિયા પૂરી ન થઈ જાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. હવે સવાલ એ છે કે મોદી કેબિનેટ તરફથી કૃષિ કાયદાને પાછા ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ ખેડૂતોનું આંદોલન ખતમ થશે કે નહીં.
ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા એક વર્ષથી ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર અડગ છે. આ અગાઉ સરકારે કાયદામાં ફેરફારની જાહેરાત કરી હતી. તેને લઈને સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત વાતચીત થઈ હતી પરંતુ કોઈ પરિણામ નીકળ્યું ન હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
