Team Chabuk-National Desk: પોતાના બફાટના કારણે સતત વિવાદોમાં રહેતી ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત (kangana ranaut) સામે FIR નોંધવામાં આવી છે. ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની માંગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતોને લઈને કંગનાએ વિવાદિત નિવેદન કર્યુ હતું. કંગના રનૌતે આંદોલનકારી ખેડૂતોને કથિત રીતે ખાલિસ્તાની ગણાવ્યા હતા. કંગનાના આ નિવેદનનો ખૂબ જ વિરોધ થયો હતો. આ નિવેદનને લઈને કંગના રનૌત વિરુદ્ધ મુંબઈમાં FIR દાખલ કરવામાં આવી છે.
FIR registered against actor Kangana Ranaut in Mumbai for allegedly portraying the farmers' protest as Khalistani movement and calling them 'Khalistanis' on social media pic.twitter.com/qjuBmsPzYX
— ANI (@ANI) November 23, 2021
આ પહેલા શીખોના એક સંગઠને બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં શીખ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાને લઈને એફઆઈઆર દાખલ કરવાની માંગ કરતા મુંબઈમાં એક ફરિયાદ નોંધાવી હતી. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી કંગનાને આપવામાં આવેલ પદ્મશ્રી સન્માન પરત લઈ લેવાનો આગ્રહ કર્યો હતો.
કંગના રનૌતે હાલમાં પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ત્રણ પોસ્ટ કરી છે. કંગનાએ પ્રથમ પોસ્ટમાં એક ટ્વીટના જવાબમાં લખ્યું- જો ધર્મ દુષ્ટતા પર વિજય પ્રાપ્ત કરે છે, તો તે તેને પોષણ આપે છે. જો દુષ્ટતા ધર્મ પર વિજય પ્રાપ્ત કરે છે તો તે દુષ્ટ બની જાય છે. ખોટાનો સાથ આપવો તમને પણ ખોટા બનાવી દે છે. મહત્વનું છે કે આ ટ્વીટમાં પીએમ મોદીના નિર્ણયનું સમર્થન કર્યું હતું.
ત્યારબાદ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કંગના રનૌતે આગળ લખ્યું- ખાલિસ્તાની આતંકવાદીઓ આજે ભલે સરકારના હાથ મરોડતા હોય, પરંતુ તે મહિલાને ભૂલશો નહીં. એકમાત્ર મહિલા પ્રધાનમંત્રીએ તેને પોતાના જૂતા નીચે કચડી નાખ્યા હતા. તેણે આ દેશને ગમે એટલી તકલીફ આપી હોય.
ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત આ દિવસોમાં પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. હાલમાં તેણે મહાત્મા ગાંધી અને સ્વતંત્રતા આંદોલનને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. આઝાદીવાળા નિવેદનને લઈને કંગના રનૌતનો શખ્ત વિરોધ થઈ રહ્યો છે અને આ નિવેદન બદલ તેની સામે ફરિયાદ નોંધવા અને પદ્મશ્રી એવોર્ડ પરત લઈ લેવા પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
