Homeગુર્જર નગરીજામનગરના બ્રેન ડેડ દર્દીના અંગદાનથી 6 લોકોને નવજીવન મળ્યું

જામનગરના બ્રેન ડેડ દર્દીના અંગદાનથી 6 લોકોને નવજીવન મળ્યું

Team Chabuk-Gujarat Desk: હાલમાં લોકોમાં અંગદાન વિશે જાગૃતતા આવી છે. જેના કારણે બ્રેન ડેડ દર્દીના અંગોનું દાન કરવા માટે પરિવારજનો આગળ આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાંથી 89મું અંગદાન કરવામાં આવ્યું છે. જામનગરના દર્દી દીપકભાઈ ત્રિવેદીના અંગદાન થકી 6 લોકોને નવજીવન મળ્યું છે. દીપકભાઈના હ્રદય સહિત 6 અંગોનું દાન કરવામાં આવ્યું છે. રાજકોટમાંથી આ ત્રીજુ હ્રદય દાન થયું છે.

આ અંગે વિગતે વાત કરીએ તો, જામનગરના 42 વર્ષના દીપકભાઈ કિશોરભાઈ ત્રિવેદી પ્રાઈવેટ સર્વિસ કરતાં હતા. તેઓને ગત 22 નવેમ્બરનાં રોજ સવારે ખુબ જ માથુ દુઃખવા લાગ્યું અને ઉલટી થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા. તેમને પ્રાથમિક સારવાર લઈ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા..

સિનર્જી હોસ્પિટલનાં ન્યૂરો સર્જન ડૉ. સંજય ટીલવા સાહેબની સારવાર હેઠળ દાખલ કર્યા. તપાસ કરતાં માલુમ થયું કે એમને ખુબ જ વધારે પ્રમાણમાં બ્રેઈન હેમરેજ થઈ ગયું છે અને એમાં સુધારો થઈ શકે એવી કોઈ શક્યતા નથી છતાં પણ સારવાર ચાલુ રાખી પરંતુ એમાં સફળતા ન મળતા દર્દીનું બ્રેઈન ડેથ થઈ ગયું છે એવું જાહેર કરવામાં આવ્યું. આ સમયે ડોક્ટર ટીલવા સાહેબે દર્દીનાં સગાને અંગદાન વિષે સમજાવ્યું. આ સમજ આવ્યા પછી સેવાના કામમાં સહમતી આપવામાં દીપકભાઈનાં પિતા કિશોરભાઈ ત્રિવેદી, માતા જ્યોતિબેન ત્રિવેદી, ભરતભાઈ વ્યાસ, પ્રજ્ઞાબેન વ્યાસ તથા ભાઈ કેવલ વ્યાસનો ખુબ અગત્યનો ફાળો રહ્યો હતો.

advertisement-1

ત્યાર પછી સિનર્જી હોસ્પિટલનાં ડો.સંજય ટીલવા, ડો.કલ્પેશ સનારિયા, ડો.જયેશ ડોબરીયા, ડો.નીલેશ માકડીયા, ડો.વિશાલ ભટ્ટની ટીમે દર્દીનાં બ્રેઈનડેડ માટેનાં કન્ફર્મેશન માટેના જરૂરી ટેસ્ટ કર્યા. ત્યાર પછી ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટનાં ડો.દિવ્યેશ વીરોજા(ટ્રાન્સ પ્લાન્ટ ફિઝિશ્યન) અને ભાવનાબેન મંડલી(સોશિયલ વર્કર)એ સમગ્ર અંગદાનની પ્રક્રિયાનું સંકલન કર્યું. સિનર્જી હોસ્પિટલનાં ડો.જ્યોતિ રાણપરીયા અને આઈ.સી.યુ.ની નર્સિંગ ટીમ દ્વારા દર્દીનાં ઓપરેશન સુધી બધા અંગો બરાબર કાર્યરત રહે એ માટે સતત જહેમત ઉઠાવી હતી. દીપકભાઈના હ્રદયને સિનર્જી હોસ્પિટલથી રાજકોટ એરપોર્ટથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલ લઈ જવાયું છે. આ માટે ગ્રીન કોરિડોર સર્જવામાં આવ્યો હતો. એમનાં અંગોથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ, ઝાયડસ હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ, કીડની હોસ્પિટલનાં બે દર્દીઓમાં કીડની ટ્રાન્સપ્લાન્ટ અને રાજકોટની આઈ બેંકમાં ચક્ષુદાન કરવામાં આવ્યું. આવી રીતે જિંદગીભર સેવાભાવી કિશોરભાઈ તથા જ્યોતિબેનના એમનાં જેવા જ સેવાભાવી દીપકભાઈ પોતે જતા જતા પણ છ વ્યક્તિઓની જિંદગીમાં નવો જીવ પુરતા ગયા. તેમના પરિવારના આ નિર્ણયની સૌ કોઈ સરાહના કરી રહ્યા છે.

રાજકોટમાંથી થયેલા આ અંગદાન વિશેની વિસ્તૃત માહિતી ડો.દિવ્યેશ વિરોજા, ડો.જયેશ ડોબરીયા, ડો.વિશાલ પોપટાણી, ભાવનાબેન મન્ડલી, મિત્તલ ખેતાણી, નીતિનભાઈ ઘાટલીયાએ આપી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments