Team Chabuk-Gujarat Desk: નવા વર્ષની શરૂઆતથી ગુજરાત ભાજપ દ્વારા ઠેર ઠેર નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ભાજપનું ભવ્ય સ્નેહમિલન યોજાયું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમને લઈને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વર્ચ્યૂઅલી આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યકરોને સંબોધન કર્યું હતું. જો કે ભાજપના આ સ્નેહમિલન કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનનો છડેચોક ભંગ થતો દેખાયો.
સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રેલ મારફતે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. ભાજપની આ રેલીના કારણે સુરતવાસીઓને અનેક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલીના કારણે રસ્તાઓ બંધ કરી દેવાતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યો. અનેક શહેરીજનો અટવાઈ ગયા. નિર્મલ હોસ્પિટલથી લઈને અઠવાગેટ સુધી ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ભાજપની બાઈક રેલીના કારણે સામાન્ય જનતાને પરેશાન થવાનો વારો આવ્યો હતો.

લગ્નમાં 400ને મંજૂરી અને સ્નેહમિલનમાં અનલિમિટેડ !
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે કોરોના ગાઈડલાઈન અંતર્ગત રાજ્યમાં લગ્ન પ્રસંગ કે અન્ય સામાજિક પ્રસંગો, રાજકીય પ્રસંગોમાં 400 લોકોને એકઠાં થવાની મંજૂરી આપી છે. પરંતુ મુખ્યમંત્રીની હાજરીમાં જ યોજાયેલા સુરત ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. એક અંદાજ પ્રમાણે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં 30 હજાર કરતાં વધુ કાર્યકરો ઉપસ્થિત રહેવાના હતા. આમ ભાજપના આ સ્નેહ મિનલ કાર્યક્રમને જોતાં લાગી રહ્યું છે કે, રાજ્યની સામાન્ય જનતા માટેના નિયમો અલગ અને સત્તા પક્ષના કાર્યક્રમો માટેના નિયમ બનાવવામાં આવ્યા છે.

બીજી તરફ માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી તંત્ર 500 રૂપિયા દંડ ઉઘરાવે છે. જ્યારે ભાજપના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અનેક કાર્યકરોના મોઢા પર માસ્ક જોવા મળ્યા ન હતા. અનેક કાર્યકરોએ નાકથી નીચે જ માસ્ક પહેરેલું રાખ્યું હોય તેવું પણ જોવા મળ્યું. આમ સત્તા પક્ષના કાર્યકરો પોતાની મરજી મુજબ વર્તે તો પણ તેમની સામે તંત્ર કાર્યવાહી કરવા પણ સક્ષમ નથી તે વાત અહીં સાબિત થઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
