Homeગુર્જર નગરીગાંધીનગરઃ ડેન્ટલ કોલેજના 13 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા, 9 વિદ્યાર્થિની પણ...

ગાંધીનગરઃ ડેન્ટલ કોલેજના 13 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા, 9 વિદ્યાર્થિની પણ સામેલ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના ઘણા યુવાનો ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી ગયા છે. અવારનવાર રાજ્યમાંથી દારૂની મહેફિલ માણતા યુવાનો ઝડપાયા છે. ત્યારે રાજ્યમાંથી વધુ એક દારૂની પાર્ટી કરતાં કોલેજિયન યુવક-યુવતીઓ ઝડપાયા છે. ન્યુ ગાંધીનગર વિસ્તારમાં આવેલી સ્વાગત એફોર્ટ સોસાયટીમાં જન્મ દિવસની પાર્ટીની ઉજવણીમાં દારૂની મહેફિલ માણતા કર્ણાવતી ડેન્ટલ કોલેજના યુવક-યુવતીઓ મળીને 13 લોકોને પોલીસે ઝડપી લીધા છે.

કર્ણાવતી ડેન્ટલ કોલેજના 13 ભાવિ ડોક્ટરોને ઈન્ફોસિટી પોલીસે દારૂની મહેફિલ માણતા ઝડપી લીધા છે. તમામ યુવક-યુવતીઓ દારૂના નશામાં ચૂર થઈને પાર્ટીને માણી રહ્યા હતા. સાથે જ જોરશોરથી ગીતો વગાડતાં હતા. જેથી પાડોશીઓએ રેડ પાડીને તમામને રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યારબાદ સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ આવી પહોંચી હતી.

ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનને કંટ્રોલ રૂમમાંથી વરધી મળી હતી કે ગાંધીનગરના સ્વાગત એફોર્ડ સોસાયટી ફ્લેટ નં એક્ષ-501માં કેટલાક યુવક-યુવતીઓ એકઠાં થઈને જોરજોરથી ગીતો વગાડી રહ્યા છે. જેનાં પગલે પીઆઈ પી.પી. વાઘેલાની સૂચનાથી શેતાનસિંહ દશરથસિંહ સહિતના સ્ટાફના માણસો સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં ફ્લેટ નં એક્ષ/501 માં યુવક-યુવતીઓ દારૂના નશામાં મળી આવ્યા હતા. જેમાં એક યુવતી દારૂના નશામાં ચકચૂર થઈને પલંગ પર પડી રહી હતી. ઉપરાંત સમ્રાટ નમકીનના પડીકા તથા ઇંગ્લિશ દારૂની ખાલી કાચની બોટલ તથા પ્લાસ્ટીકના ગ્લાસ પણ મળી આવ્યા હતા.

shree-hari-jyotish

તમામ ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ

પોલીસે દારૂના નશામાં ચૂર યુવક-યુવતીઓની પુછપરછ કરતાં તેઓ કર્ણાવતી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામની પુછપરછ કરતાં તેમણે પોતાના નામ અક્ષત વરપ્રસાદ તનકુ, સ્મૃતિ સદાનંદ પુજારી, પૂજા મંગેશભાઈ સાંબારે, પ્રજ્વલ વિજયભાઈ કશ્યપ, પાર્થ રાજેન્દ્રભાઈ સોજીત્રા, અર્જુન દિલીપભાઈ કાનત, શ્રીજા શ્રીનિવાસ અપન્ના, નમ્રતા મનોજભાઈ અગ્રવાલ, દીવ્યાંશી મેહુલભાઈ શર્મા, શ્રેયા રામાનંદ મિશ્રા, નિહારીકા રાહુલ જૈન, ભવ્ય સુરેન્દ્રકુમાર રાવત, અવની રાકેશભાઈ અગ્રવાલ હોવાની કબૂલાત કરી હતી.

હાલ પોલીસે પાર્થ રાજેન્દ્રભાઈ સોજીત્રાના કબ્જા ભોગવાટાવાળા મકાન નં એક્ષ/501 સ્વાગત એફોર્ડ સરગાસણ ખાતેથી પ્લાસ્ટિકના ગ્લાસ નંગ 13, સમ્રાટ નમકીનના તુટેલ પેકેટ નંગ 5 જપ્ત કરી કોવિડ મહામારી હેઠળ પણ ભાવિ ડોક્ટરો વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments