Team Chabuk-Gujarat Desk: ડાંગના સાપુતારા-વઘઈ માર્ગ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો. સદનસીબે આ દુરઘટનામાં યુવકનો જીવ બચી ગયો પરંતુ તે બાઈક પરથી 20 ફૂટ સુધી ઢસડાયો હતો. બંને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હોવા છતાં સદનસીબે જાનહાનિ નથી થઈ..બીજી તરફ અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
ડાંગ જિલ્લાના સાપુતારા-વઘઈ માર્ગ પર સામઘાન ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. CCTVમાં જોઈ શકાય છે કે, એક બાઈકસવાર જ્યારે ડિવાઈડર પાસેથી ટર્ન લઈ રહ્યો છે ત્યારે જ પાછળથી આવેલા અન્ય બાઈકચાલકે એને જોરદાર ટક્કર મારી હતી. જેથી બાઈક પર સવાર બંને યુવકો પડી ગયા હતા. તો જે બાઈકચાલકે ટક્કર મારી હતી તેની પાછળ બેસેલો એક યુવક નીચે પટકાયો હતો અને ઢસડાયો હતો. દાવો છે કે, બાઈકની સાથે 20 ફૂટ સુધી ઢસડાયો હતો.
સીસીટીવીમાં યુવકની બેદરકારી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. ટર્ન લઈ રહેલા બાઈક સવારે ત્રીપલ સાવરી કરાવી નિયમોનું ઉલ્લંખન કર્યું છે. તો બીજી તરફ પૂરપાટ ઝડપે ધૂમ સ્ટાઈલમાં આવી રહેલા યુવકની બેદરકારી પણ નજરે પડી રહી છે.
ગણતરીની સેકન્ડમાં સર્જાયેલા અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. બાઈકની ટક્કર એટલી જોરદાર હતી કે, એક બાઈક પર બેસેલા બંને યુવક ઉછળીને રસ્તા પર પટકાયા હતા. જ્યારે બીજી બાઈકની ઝડપ ખૂબ વધુ હોવાથી તેમાં સવાર એક યુવક બાઈક પરથી નીચે પટકાયા બાદ રસ્તા પર ઢસડાયો હતો. ધડાકાભેર અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત