Homeગુર્જર નગરીસુરત: ત્રણ વર્ષના દીકરાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ માતાની આત્મહત્યા, સુસાઈડ...

સુરત: ત્રણ વર્ષના દીકરાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ માતાની આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખ્યું, ‘સોરી દીકરા તને આવી રીતે મારવા માટે’

Team Chabuk-Gujarat desk: સુરતાન રાંદેર ઉગત રોડ વિસ્તારમાં એક મહિલાએ પોતાના ત્રણ વર્ષના દીકરાની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. દીકરાની હત્યા કર્યા બાદ તેણે એક સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં તેણે પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. હાલ આ હત્યા અને આત્મહત્યાના કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

મહિલાના પિતાએ આરોપ લગાવ્યો છે કે, “અમારા જમાઈના શારીરિક અને માનસિક ત્રાસથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. છેલ્લાં સાડાત્રણ વર્ષથી તેઓ અલગ રહેતાં હતાં. અમારા જમાઈનું તેની ભાભી સાથે અફેર હતું. જેથી તેઓ સારી રીતે રહેતાં નહતાં. જોકે જમાઈના ફોનમાં ફોટો હતો, જે મારી દીકરીને જોવા પણ દેતા નહોતા“

મહિલાના પિતાએ જણાવ્યું કે, જ્યારે મહિલાની માતા સવારે તેને ઉઠાડવા તેના રૂમમાં ગઈ ત્યારે બનાવની જાણ થઈ. તેમણે કહ્યું કે, મારી દીકરી અને 3 વર્ષીય રિશુ સવારે ઊઠ્યા નહોતા, જેથી તેની માતાને ઉઠાડવા માટે મોકલી હતી. આ સમયે  રૂમનો દરવાજો ખોલતાં જ દીકરી ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતી. જ્યારે તેનો દીકરો પણ ભાનમાં ન હતો. ત્યારબાદ 108ને જાણ કરી હતી. તેમણે બંનેને મૃત જાહેર કર્યા હતા.

તેમણે કહ્યું કે,  સાડા ત્રણ વર્ષથી દીકરીએ પિયરમાં આશ્રય લીધો હતો. લગ્નના પહેલા જ મહિનેથી સાસુ અને જમાઈ પ્રેગનેન્સીને લઈ માનસિક હેરાનગતિ કરતા હતા. શ્રિમંતના એક દિવસ પહેલા દીકરી પિયર આવી ગઈ હતી. ખૂબ જ દુઃખ સહન કરીને પણ દીકરી જમાઈને જ પ્રેમ કરતી હતી.

મહિલાએ લખેલી એક સુસાઈડ નોટ સામે આવી છે. સુસાઈડ નોટ પ્રમાણે, આપઘાત કરનારી મહિલા તેના પતિ સતીષના અફેર અંગે જાણતી હતી. સુસાઈડ નોટમાં મહિલાએ લખ્યું છે કે, મારો રીશું મરી ગયો, મેં ગળું દબાવીને મારી નાખ્યો, મારું ઢીંગલું I LOVE You So Much Rishu. તે જીવતો રહેતો તો તેની જિંદગી બરબાદ થઈ જતી. મારા હાથ ખૂબ જ ધ્રૂજતા હતા. મારા ઢીંગલાને મારી નાખતા વખતે હું બહુ રડતી હતી. મારો દીલનો ટુકડો,  મારી જાન મારો રીશું. સોરી દીકરા આવી રીતે તને મારવા માટે.

કાશ! સતીષ, તું સમજતો, તારી મા પણ સમજતી. મને અને રિશુને તારી બહુ જરૂર હતી. તું અને ભાવના ક્યારે પણ નહીં સુધરો અને તમને સપોર્ટ કરવાવાળી તારી મા, મારું ઘર તોડવાવાળી તારી મા.

જો ઘર કરાવવાનું જ નહીં હોય તો તારી માએ તો લગ્ન શું કામ કરાવ્યાં ? શું કામ મારી જિંદગી બરબાદ કરી ? ભાવના સાથે તારું અફેર હતું, મને ખબર પડી એ જ દિવસે હું આત્માહત્યા કરવાની હતી, પણ મા-બાપના વિચારે હું અટકી જતી. હું ભાવનાથી અને તારી માથી બહુ જ નફરત કરું છું. મારું ઘર તોડી નાખ્યું તારે માએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments