Homeગુર્જર નગરીઅમદાવાદઃ રિવોલ્વર અને કારતૂસ સાથે ઝડપાઈ મહિલા,પોલીસ સામે કરી આ કબૂલાત

અમદાવાદઃ રિવોલ્વર અને કારતૂસ સાથે ઝડપાઈ મહિલા,પોલીસ સામે કરી આ કબૂલાત

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારા નામની મહિલાની રિવોલ્વર, કારતૂસ અને સોના-ચાંદીના ઘરેણાં સાથે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, કુબેરનગરની મહિલા પાસે ચોરીની રિવોલ્વર, સોના-ચાંદીના દાગીના તેમજ કેટલાય મોબાઈલ છે. બાતમીના આધારે તપાસ કરતાં મહિલા પાસેથી રિવોલ્વર અને કારતૂસ સહિતનો સામાન મળ્યો હતો.

 મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુબેરનગરમાં સિલ્વર જ્યોત સોસાયટીના એક  મકાનમાં રેડ કરી હતી. સર્ચ કરતા ક્રાઇમબ્રાન્ચની ટીમને એક ઇમ્પોર્ટેડ રિવોલ્વર, 9 કારતૂઝ અને  સોનાનો હાર તેમજ અલગ અલગ કંપનીના 7 ફોન સહિત કુલ 11 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ મળ્યો હતો.આ અંગે ક્રાઈમબ્રાંચની ટીમે મનીષા છારાની સઘન પૂછપરછ કરતા ચોકાવનારી વિગતો સામે આવી હતી.

પૂછપરછ દરમિયાન મનષાએ કબૂલ્યું હતું કે, તેના મૃતક દિયર રાજેશ પરમાર અને સાસુ શોભા પરમાર ઘરફોડ ચોરી કરતાં હતા. સાસુ અને દિયરે તેને આ સામાન સાચવવા આપ્યો હતો. પોલી તપાસમાં સામે આવ્યું છે કે, મહિલાની સાસુ શોભા પરમાર 2003માં અને દિયર 2010માં મૃત્યુ પામ્યા છે. મનીષાએ છેલ્લા 10 વર્ષથી રિવોલ્વર અને ચોરીનો મુદ્દામાલ પોતાની પાસે છૂપાવી રાખ્યો હતો.

જો કે, મહિલાની કબૂલાત શંકાસ્પદ લાગતા ક્રાઈમબ્રાંચની ટીમે રિવોલ્વર,  સોનાના હાર અને 7 મોબાઈલ અંગે વધુ તપાસ શરૂ કરી છે. આશંકા છે કે, કુબેરનગરમાં દારૂ પીવા આવતા લોકોને પૈસાની જરૂર હોવાથી સસ્તા ભાવે ચોરીના મોબાઇલ લઈ ઉચાભવે વેચવાના ઇરાદેથી મનીષાએ મોબાઈલ પોતાની પાસે રાખ્યા હતા. રિવોલ્વર કોની છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments