Homeગુર્જર નગરીઅમદાવાદ: ગેસ સિલિન્ડર મફતમાં ન આપતા યુવકની હત્યા

અમદાવાદ: ગેસ સિલિન્ડર મફતમાં ન આપતા યુવકની હત્યા

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના અમરાઈવાડીમાં એક જ દિવસમાં હત્યા અને મારામારી જેવા બે ગંભીર ગુનાઓ બન્યા છે. અમરાઈવાડી વિસ્તારમાં એક જ દિવસમાં બે લોહિયાળ ખેલ ખેલાયા. પહેલા ગેંગની અંગત અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો થયો અને બાદમાં બીજો બનાવ હત્યાનો બન્યો.

જો ઘટનાની વાત કરીએ તો બપોરના સમયે અમરાઈવાડી જોગેશ્વરી રોડ પાસે અર્જુન મુદલિયા નામના યુવક પર સત્યા ગેંગના આરોપીઓએ ઉપરા છાપરી લાકડીઓના ઘા મારી લોહીલુહાણ કરી દીધો હતો. જેમાં આરોપી સત્યા ઉર્ફે સતીશ ઉપાધ્યાય, મનોજ ઉપાધ્યાય, નાયડુ આકાશ ,ગોલું અને ડીમ્પી નામના આરોપી ભેગા મળી લાકડીના ફટકા મારી અર્જુન પર જીવલેણ હુમલો કર્યો હતો. ગેંગ વચ્ચે ચાલતી અંગત અદાવતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મારામારીના બનાવમાં આરોપી ટોળકી અને ઇજાગ્રસ્ત યુવક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

ગેંગવોરની બનેલી ઘટના બાદ રાત્રે 9 વાગ્યે હાટકેશ્વર સર્કલ પાસે કિરણ સોલંકી નામના યુવક પર કિશોરે ચપ્પુના ઘા માર્યા હતા. જેમાં કિરણ સોલંકીનું મોત થયું છે. જેમા સામે આવ્યુ કે, ગેસ સિલિન્ડર મફતમાં આપવા મુદ્દે ઝઘડો થયો હતો.

તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક કિરણ ગેસ સિલિન્ડર એજન્સીમાં નોકરી કરતો હતો અને કિરણના પાડોશમાં રહેતો સગીર ગેસ સિલિન્ડર ફ્રીમા માંગવા આવ્યો હતો. જોકે મૃતક કિરણે ગેસ સિલિન્ડર ફ્રી માં આપવાની ના પાડતા આરોપીએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો.અમરાઈવાડી વિસ્તારમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જેને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments