Homeગામનાં ચોરેબિપિન રાવતનો મહારાષ્ટ્રના નાગપુરનો અંતિમ પ્રવાસ કંઈક આવો હતો

બિપિન રાવતનો મહારાષ્ટ્રના નાગપુરનો અંતિમ પ્રવાસ કંઈક આવો હતો

Team Chabuk-National Desk: ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના આકસ્મિક મૃત્યુથી દેશ આઘાતમાં છે. બુધવારના રોજ જનરલ રાવતનું તમિલનાડુના કન્નૂરમાં 12 અન્ય લોકોની સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું. મીડિયા રિપોર્ટની માનવામાં આવે તો જનરલ રાવત પોતાની અંતિમ યાત્રા પર નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્રના નાગપુરમાં ગયા હતા.

જનરલ રાવતે પ્રવાસ દરમ્યાન નાગપુરની કંપની દ્વારા બનાવવામાં આવી રહેલા હથિયારબંધ ડ્રોનના પ્રોટોટાઈપ અને ગોલા-બારુદને લઈ જાણકારી લીધી હતી. સાથે જ તેમણે ગેર-સંપર્ક યુદ્ધ અને સશસ્ત્ર બળમાં તેના પુનર્ગઠન અંગે પણ જણાવ્યું હતું. તેમનું હેલિકોપ્ટર અમરાવતી રોડ સ્થિત ડ્રોન નિર્માતાના પરિસરમાં ઉતર્યું હતું. ડ્રોનનું નિર્માણ સોલર ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સોલર ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા લિમિટેડ અને ઈકોનોમિક એક્સપ્લોસિવ્સ લિમિટેડ પણ સામેલ છે.

રિપોર્ટસની માનવામાં આવે તો તેમણે પૂછ્યું હતું કે શું ડ્રોન વિંગ્સ મોટર, જે પાંખની સામેના ભાગમાં હોય છે, પંખાના ઉપરના ભાગમાં ફિટ કરી શકાય છે. આ સાથે જ નાગપુરમાં આઈએએફ મેન્ટેનન્સ કમાન્ડ મુખ્યાલયનો પણ પ્રવાસ કર્યો હતો. તેમણે ભારતીય વાયુસેનાની વિભિન્ન પ્રકારની સંપત્તિઓની દેખભાળ રાખવા અંગેની ભૂમિકાની પણ તપાસ કરી હતી. 2016માં જનરલ રાવત દેશના 27માં સેના અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. 31 ડિસેમ્બર, 2019ના રોજ તેઓ ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments