Homeગુર્જર નગરીયુવાનોમાં રોષ: "જો આવી જ રીતે ભરતી કરવી હોય તો જવાબદારોએ એક...

યુવાનોમાં રોષ: “જો આવી જ રીતે ભરતી કરવી હોય તો જવાબદારોએ એક ભાવપત્રક જ બહાર પાડી દેવું જોઈએ”

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં વધુ એક પેપરલીકકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વાત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચી ગઈ છે. તેમણે આ મુદ્દે તાત્કાલિક બેઠક બોલાવી હતી અને સમગ્ર મુદ્દે ચર્ચા કરી હતી. બેઠકમાં તપાસમાં જોડાયેલા અધિકારીઓ અને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા હાજર રહ્યા હતા.

ગત રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર કથિત રીતે લીક થયું હોવાની વાતથી રાજ્યમાં ઉમેદવારોમાં ચિતા અને રોષ ફેલાયો છે. સાથે જ હવે તમામ ઉમેદવારો ન્યાયની માગણી કરી રહ્યા છે. યુવાનો કહી રહ્યા છે કે, “જો આવી જ રીતે ભરતી કરવી હોય તો જવાબદારોએ એક ભાવપત્રક જ બહાર પાડી દેવું જોઈએ.” કેટલાક ઉમેદવારોએ રોષ ઠાલવતા કહ્યું કે, “આવી રીતે પેપર લઈ સેટિંગથી જ ભરતી કરવી હોય તો ભરતી અંગે હરાજી કરો”. ઉલ્લેખનીય છે કે, હેડક્લાર્કની પરીક્ષા 88 હજાર જેટલા ઉમેદવારે આપી હતી.

પેપર ફૂટ્યાની વાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષઅસિત વોરાએ સ્વીકારી છે. આ મુદ્દે તેમણે સાબરકાંઠા પોલીસને ઈ-મેલ કરી અરજી પણ અપી છે. હવે આ સમગ્ર મુદ્દે 10થી 12 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને મળીને કેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે. આ ઉપરાંત જો હજુ પણ સરકાર ફરિયાદની નહીં બને તો તેઓ હાઈકોર્ટના શરણે જશે અને સરકાર ફરિયાદી બને તે મુદ્દે અરજી કરશે. અરજી કર્યા બાદ પણ જો સરકાર ફરિયાદી નહીં બને તો યુવરાજસિંહે હૂંકાર કર્યો છે કે તે ફરિયાદી બનવા માટે પણ તૈયાર છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments