Homeગામનાં ચોરેયુપીમાં ઓક્સિજનની અછતથી એક પણ વ્યક્તિનું મોત નથી થયું

યુપીમાં ઓક્સિજનની અછતથી એક પણ વ્યક્તિનું મોત નથી થયું

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન ઓક્સિજનની ઉણપના કારણે એક પણ મોત થયું ન હોવાનું સામે આવ્યું છે. આ દાવો યોગી આદિત્યનાથની વિધાન પરિષદમાં કરવામાં આવ્યો છે. કોંગ્રેસ એમએલસી દીપકસિંહે ઓક્સિજનની ઉણપથી થયેલા મોતના આંકડા માગ્યા હતા. જેના જવાબમાં સરકારે આ વાત સામે રાખી હતી.

ઉત્તર પ્રદેશમાં ત્રિદિવસિય શીતકાલીન સત્ર ચાલી રહ્યું છે. 17મી વિધાનસભાનું અંતિમ સત્ર માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ એમએલસીના જવાબ પર રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપસિંહે જવાબ આપતા કહ્યું છે કે ઓક્સિજનની અછતથી એક પણ વ્યક્તિનું મોત થયું ન હોવાની માહિતી મળી છે.

સંસદના શીતકાલીન સત્રમાં પણ ઓક્સિજનની અછતના કારણે મોત થયાની જાણકારી મળી હતી. લોકસભામાં તેનો લેખિત જવાબ આપતા કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ઓક્સિજનની અછતના કારણે કોરોના દરદીઓની મોતની જાણકારી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી માગવામાં આવી હતી. પણ ફક્ત પંજાબ અને અરુણાચલ પ્રદેશ રાજ્યે જ આંકડો આપ્યો છે. પંજાબના અમૃતસર જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં ચાર દરદીઓનાં મોત થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રીની આ વાતનો અર્થ તો એ થયો કે શું ભાજપના જ રાજ્યો હવે કેન્દ્રને માહિતી આપવામાં પણ ગાંઠતા નથી?

ભારતમાં કોરોનાની બીજી લહેર એપ્રિલથી જૂનની વચ્ચે આવી હતી. આ સમયગાળા દરમ્યાન કેટલાય લોકોના મોત થયા. અખબારોમાં સળગતી લાશોથી લઈને, અંતિમ સંસ્કાર માટેની કતારો અને પોતાના સ્વજનને નદીમાં ફેંકી દેવાના અહેવાલ પણ પ્રગટ થયા હતા. દેશના તમામ વિસ્તારોમાં ઓક્સિજનની અછતના સમાચારો આવી રહ્યા હતા. જોકે હવે ઉત્તર પ્રદેશ સરકારના આ દાવા બાદ વિપક્ષે હંગામો મચાવ્યો છે.

ગત સત્રમાં કેન્દ્ર સરકારે એવો પણ દાવો કર્યો હતો કે દેશમાં ઓક્સિજનની અછતથી કોઈ પણ વ્યક્તિનો જીવ નથી ગયો. જોકે સંસદમાં વિપક્ષ દ્વારા ઉહાપોહ મચાવ્યા બાદ સરકારે કહ્યું હતું કે આ માહિતી તેમને રાજ્યો પાસેથી પ્રાપ્ત થઈ છે. બાદમાં સરકારે એ પણ સ્વીકાર્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમ્યાન આંધ્રપ્રદેશમાં કેટલાક લોકોના ઓક્સિજનની અછતથી મોત થયા હતા. જોકે ભાજપના રાજ્યનું નામ આવતા સરકાર દર વખતે એક પણ મોત નથી થયુંની રેકર્ડ વગાડ્યા રાખે છે. ગુજરાતમાં પણ થયું અને હવે ઉત્તર પ્રદેશ ચૂંટણી સમયે પણ…

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments