સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવનાર સુરતના બહુચર્ચિત પાંડેસરા વિસ્તારમાં થોડા મહિના પહેલા બનેલ દુષ્કર્મ અને હત્યા કેસમાં સુરત કોર્ટે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. ગત સુનાવણીમાં આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. નરાધમે બાળકીને વડાપાઉંની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ બાદ બાળકીને માથામાં ઈટ મારી હત્યા કરી હતી. જેમાં પાંડેસરા પોલીસે આરોપીને ઝડપી 15 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા.
10 દિવસમાં બીજા બળાત્કારીને ફાંસી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બાળકીઓ સાથે થતા આવા મામલામાં ગુજરાત સરકાર ગંભીર બની છે. તાજેતરમાં સુરતના અન્ય એક દુષ્કર્મ કેસમાં નરાધમને ફાંસીની સજા કરવામા આવી હતી. ત્યારે 10 જ દિવસમાં બીજા નરાધમને ફાંસીની સજા કરાઈ છે.
ન્યાય મળતા જ બાળકીનો પરિવાર રડી પડ્યો હતો, કારણે કે તેમણે ફૂલ જેવી બાળકી ગુમાવી હતી. બાળકીના પરિવારે ચુકાદા બાદ કહ્યું કે, ફાંસીની સજાથી અમે સંતુષ્ટ છીએ. મારી દીકરીને આજે ન્યાય મળ્યો છે. એક વર્ષ અમે કેવો કાઢ્યો છે તે અમે જ જાણીએ છીએ. નરાધમને જોઈને જ તેને મારી નાંખુ તેવી ઈચ્છા થતી હતી. અમને તમામ લોકોએ સાથ આપ્યો છે. તો બાળકીની માતાએ ચોધાર આસુએ રડતા કહ્યું કે, જે મારી દીકરી સાથે થયું તે કોઈની સાથે ન થવું જોઈએ. હવે અમારા પ્રેમનગર વિસ્તારમાં કેમેરા લગાવવા જોઈએ. જેથી બીજા કોઈની દીકરી સાથે આવું ન થાય. આટલા દિવસ પણ રોકાવવું જોઈતું ન હતું, એ નરાધમને એ જ દિવસે મારી નાંખવો જોઈતો હતો.
મહત્વનું છે કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં 7 ડિસેમ્બર, 2020 ના રોજ ઘરની બહાર રમતી બાળકીને દિનેશ બૈસાણ નામના યુવકે વડાપાઉં આપવાની લાલચ આપી હતી. આ બાળકીની ઉંમર 10 વર્ષ હતી. દિનેશ તેને નજીકની ઝાડીમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. બાળકીએ પ્રતિકાર કરતા તેણે બાળકીના માથા પર ઈંટના ઘા મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી દિનેશ બૈસાણની ધરપકડ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
