Homeગુર્જર નગરીસૌરાષ્ટ્ર યુનિ.નું B.Com સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર આવી રીતે લીક થયું હતું, આ...

સૌરાષ્ટ્ર યુનિ.નું B.Com સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રનું પેપર આવી રીતે લીક થયું હતું, આ રહ્યા આરોપી

Team Chabuk-Gujarat Desk:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમના સેમેસ્ટર-3નું પેપર લીક થવા મુદ્દે અત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ કરી લેવાઈ છે.  પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બાબરાની સરદાર પટેલ લો કોલેજના પ્યૂન અને પ્રિન્સીપાલે પેપર ફોડ્યું હતું. પ્રિન્સિપાલ દિલાવર ખુરેશી સાથે પ્યૂન ભીખુ સેજલિયાએ પારસ રાજગોર નામના વિદ્યાર્થીની ઓળખાણ કરાવી હતી અને પેપર આપવાનું કહ્યું હતું. બાદમાં યુનિવર્સિટીમાંથી પેપર આવ્યું ત્યારે સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સિપાલ દિલાવર ખુરેશીએ તે જ કોલેજના ક્લાર્ક રાહુલ પંચાસરને પેપરનો ફોટો પાડવા કહ્યું હતું.

રાહુલે પેપર આવતા જ ફોટો લઈ વિદ્યાર્થી પારસ રાજગોરને મોકલ્યો હતો. રાહુલે આ પેપરનો ફોટો દિવ્યેશ ધડુક નામના વિદ્યાર્થીને  મોકલ્યો અને દિવ્યેશ ધડુકે આ ફોટો એલીશ ચોવટીયાને મોકલ્યા બાદ વોટ્સએપ ગૃપમાં ફરતો કર્યો હતો. દિવ્યેશે યુનિવર્સિટીના ગૃપમાં પેપર મુકતા પેપર વાયરલ થઈ ગયું હતું.

અમરેલી જિલ્લાના બાબરાની સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સિપાલની મુખ્ય ભૂમિકા સામે આવતા પ્રિન્સિપાલ, ક્લાર્ક અને પ્યૂન સાથે અન્ય 3 વિદ્યાર્થી મળી કુલ 6 શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર કેસમાં પણ અમદાવાદના સાણંદમાં આવેલી સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસનું કનેક્શન નીકળ્યું છે. તપાસ બાદ આ અંગે જાહેરાત થઈ શકે છે. તાજેતરમાં જ હેડક્લાર્કનું પેપર લીક થયું હતું તે પણ આ જ પ્રિન્ટિંગ પ્રેસમાં જ છપાયું હતું.

આ અંગે કુલપતિ ડો.નીતિન પેથાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, પેપર લીક થવાને પગલે અર્થશાસ્ત્રની પરીક્ષા રદ કરાઈ છે. હવે 3 જાન્યુઆરીના રોજ ફરીથી પરીક્ષા લેવાશે. B.com સેમેસ્ટર-3માં કુલ 18 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. 18 હજાર વિદ્યાર્થીઓએ ફરીથી પેપર આપવું પડશે.

ઉલ્લેખનીય છે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ત્રીજી વખત પેપર લિક થયાની ઘટના સામે આવી છે. અગાઉ વર્ષ 2014 BCA, 2016માં BSC કેમેસ્ટ્રીનું પેપર લીક થયું હતું. જયારે હવે બી.કોમ. કોમ સેમેસ્ટર 3ના અર્થશાસ્ત્ર વિષયનું પેપર લીક થયું છે. હાલ આ મુદ્દે વધુ તપાસ હાથ ધરાઈ છે. હાલ તપાસ શરૂ કરાઈ છે કે, પેપર લીક પાછળ કોઈનો આર્થિક ફાયદો છે કે કમ. तતપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments