Homeદે ઘુમા કેહરભજનસિંહનો સંન્યાસ અને 23 વર્ષની કારકિર્દીનાં લેખાજોખા

હરભજનસિંહનો સંન્યાસ અને 23 વર્ષની કારકિર્દીનાં લેખાજોખા

Team Chabuk-Sports Desk: દિગ્ગજ ઓફ સ્પિનર હરભજનસિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી શુક્રવારના રોજ નિવૃત્તિ લઈ લીધી છે. હરભજનસિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પરથી પોતાની નિવૃત્તિની અધિકારીક રીતે જાહેરાત કરી હતી. આ સાથે જ હરભજનની 23 વર્ષની જ્વલંત કારકિર્દીનો પણ અંત થયો છે. પંજાબના હરભજનસિંહે પોતાની કારકિર્દી દરમ્યાન 103 ટેસ્ટમાં 417 વિકેટ, 236 વનડેમાં 269 વિકેટ અને 28 ટી ટ્વેન્ટીમાં 25 વિકેટ લીધી હતી.

41 વર્ષીય હરભજનસિંહે નિવૃત્તિ લેતા લખ્યું હતું કે, ‘હું એ રમતને અલવિદા કહી રહ્યો છું જેણે મને જીવનમાં તમામ વસ્તુ આપી. તમામ સારી વસ્તુઓ સમાપ્ત થઈ જાય છે. હું એ તમામને ધન્યવાદ દેવા ઈચ્છું છું જેણે આ 23 વર્ષની લાંબી સફરને શ્રેષ્ઠ અને યાદગાર બનાવી.’

હરભજનસિંહ આગામી આઈપીએલમાં કોઈ ટીમની સાથે કોચ તરીકે અથવા તો મેન્ટરની ભૂમિકામાં જોડાઈ શકે છે. વર્ષ 2016માં હરભજને અંતિમ આંતરાષ્ટ્રીય મેચ રમી હતી. જે યુએઈની વિરૂદ્ધ એશિયા કપમાં ટી ટ્વેન્ટી મેચ હતો. ગત આઈપીએલ સિઝનમાં હરભજનસિંહ કોલકાતા નાઈટ રાઈડર્સની સાથે જોડાયેલો હતો. ઓફ સ્પિનર હરભજનસિંહે આઈપીએલમાં ત્રણ મેચ રમ્યા હતા, જેમાંથી તેને એક પણ મેચમાં સફળતા પ્રાપ્ત નહોતી થઈ. હવે તે આઈપીએલના મેગા ઓક્શનમાં પણ કોઈ ટીમ માટે તે મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આ પૂર્વે હરભજન મુંબઈ અને ચૈન્નઈની આઈપીએલ ટીમ માટે રમતો જોવા મળ્યો હતો.

ટર્બનેટરના નામથી ખ્યાતનામ હરભજનસિંહની ગણતરી ક્રિકેટ ઈતિહાસના દિગ્ગજ સ્પિનરોની વચ્ચે થાય છે. વર્ષ 2001માં ઓસ્ટ્રેલિયા સામે કોલકતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં તેણે હેટ્રીક લીધી હતી. હરભજનની ત્યારે 21 વર્ષની વય હતી. એ મેચ પછી હરભજન ટીમનો કાયમી હિસ્સો બની ગયા હતા. માર્ચ 2001માં ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં તેણે 32 વિકેટ લીધી હતી. જેમાં એક ભારતીય દ્વારા પ્રથમ ટેસ્ટ હેટ્રીકનો પણ સમાવેશ થાય છે. હરભજનની શાનદાર કરિયરનો આ એક મહત્વપૂર્ણ હિસ્સો છે.

લેગ સ્પિનર અનિલ કુંબલે સાથેની તેની જોડીએ ટીમ ઈન્ડિયાને કેટલીય ઐતિહાસિક જીત અપાવી છે. 2000થી લઈ 2010 સુધી હરભજનસિંહ અને અનિલ કુંબલેની જોડીએ ભારતીય સ્પિન વિભાગનો મોર્ચો સંભાળ્યો હતો. 2007 ટી ટ્વેન્ટી વિશ્વકપ અને 2011 વનડે વિશ્વકપનો પણ હરભજનસિંહ ભાગ હતા. 2011ના વિશ્વકપમાં તેણે 9 તો 2007ના વિશ્વકપમાં સાત વિકેટ લીધી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments