Homeગામનાં ચોરેવૈજ્ઞાનિકોએ શોધી લીધો જવાબ: પહેલાં મરઘી કે ઈંડું ?

વૈજ્ઞાનિકોએ શોધી લીધો જવાબ: પહેલાં મરઘી કે ઈંડું ?

Team Chabuk-International Desk:  આપણે બાળપણથી એક પ્રશ્ન સાંભળતા આવ્યા છે કે દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું  ? આ પ્રશ્નનો અત્યા સુધી કોઈ જવાબ ન હતો. જો કે, હવે આ અશક્ય લાગતા પ્રશ્નનો જવાબ મળી ગયો છે. વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો છે. વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નનો ઉકેલ લાવી લોકોની મુંઝવણ દૂર કરી છે એ પણ યોગ્ય તર્ક સાથે.

યુનાઈડેટ કિંગડમના શેફીલ્ડ અને વારવિક યુનિવર્સિટીના પ્રોફેસરે પહેલાં મરઘી આવી કે ઈંડુ ? આ સવાલનો જવાબ શોધવા માટે એક સંશોધન કર્યું. લાંબા સમય સુધી સંશોધન કર્યા બાદ આખરે વૈજ્ઞાનિકોને જવાબ શોધવામાં સફળતા મળી. તેમણે આ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો એટલું જ નહીં જવાબને સાબિત કરવા માટે તેમણે તર્ક પણ રજૂ કર્યો.

વૈજ્ઞાનિકોના આ સંશોધનથી સામે આવ્યું છે કે, દુનિયામાં પહેલાં મરઘી આવી અને ત્યારબાદ ઈંડું આવ્યું. સંશોધનમાં દાવો કરાયો છે કે, મરઘી વગર ઈંડું આવવું અશક્ય છે. સંશોધનમાં સામે આવ્યું છે કે, ઈંડાના કવચમાં ઓવોક્લાઈડિન નામનું એક પ્રોટીન હોય છે જેના વગર ઈંડાનું કવચ બની નથી શકતું.

સૌથી મોટી વાત એ છે કે, આ પ્રોટીન માત્ર મરઘીના ગર્ભાશયમાં જ બને છે. એટલે જ્યાં સુધી મરઘી મરઘીના ગર્ભાશયમાં રહેલું આ પ્રોટીનનો ઈંડાના નિર્માણમાં ઉપયોગ નથી થતો ત્યાં સુધી ઈંડું નથી બની શકતું. આ સંશોધનથી એ સ્પષ્ટ છે કે દુનિયામાં પહેલાં મરઘી આવી હતી અને બાદમાં ઈંડુ આવ્યું હતું.

આ સંશોધન કરનારા મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર કોલિન ફ્રીમૈનનું કહેવું છે કે, આ સવાલ લાંબા સમયથી લોકોને પરેશાન કરી રહ્યો હતો કે, આખરે દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડુ ? આ સવાલનો જવાબ વૈજ્ઞાનિકોએ પુરાવા સાથે શોધી લીધો છે.

એટલે હવે તમને કોઈ પૂછે કે પહેલાં મરઘી કે ઈંડુ ? તો તમારે મુંઝાયા વગર જવાબ આપી દેવાનો છે. કે ભાઈ પહેલાં દુનિયામાં મરઘી જ આવી હતી. મરઘી વગર ઈંડુ શક્ય નથી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments