Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના એક શખ્સે જામનગરની એક યુવતીનું લગ્નની લાલચ આપી નવ વર્ષ સુધી શારીરિક શોષણ કરી, તેને ગર્ભવતી બનાવી હતી. બાદમાં યુવાને યુવતી સાથેના સંબંધને લઈ હાથ ઊંચા કરી લેતા યુવતીએ યુવકની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે જામનગરના એક ચોક્કસ વિસ્તારમાં રહેતી અને જૂનાગઢમાં નોકરી કરતી યુવતી તેના સાથી કર્મચારી સાથે પરિચયમાં આવી હતી. બંનેના સંબંધો ગાઢ બન્યા હતા અને પ્રણયમાં પ્રવર્ત્યા હતા. વીડિયો શૂટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો સાથી કર્મચારી વિપુલ પરણિત છે ઉપરથી ત્રણ સંતાનોનો પિતા પણ છે. તેણે યુવતીને આશ્વાસનનું વારંવાર ગાજર આપ્યું હતું અને પોતે યુવતીની લાજ લૂંટતો રહ્યો હતો.
વિપુલે યુવતીને વિશ્વાસમાં કેળવી હતી કે તે તેની પત્ની સાથે આગામી સમયમાં છૂટાછેડા લઈ લેશે. યુવતી વિપુલની વાતોમાં આવી ગઈ હતી અને તેની સાથે પ્રેમ સંબંધો કેળવ્યા હતા. જોકે વિપુલે તેની સાથે નવ વર્ષ સુધી માત્ર શારીરિક સંબંધો બાધ્યા હતા. જ્યારે યુવતી વિપુલે આચરેલા પાપથી તેના સંતાનની મા બનવાની હોવાની તેને જાણ થઈ તો તેણે યુવતીનું ગર્ભપાત કરાવી નાખ્યું હતું. જોકે ગર્ભપાત બાદ પણ શારીરિક સંબંધોનો સિલસિલો અટક્યો નહોતો.
બીજી બાજુ યુવતીને લગ્ન માટે અન્ય જગ્યાએથી માગા આવતા હતા પણ વિપુલ તેને લગ્નની લાલચ આપતો હતો અને લગ્ન કરવા નહોતો દેતો. વિપુલનું યુવતીથી મન ભરાઈ જતાં તેણે સંબંધો કાપવા માટે નવો પાસો ફેંક્યો હતો. તેણે યુવતીને કહ્યું હતું કે તેની પુત્રી મોટી થઈ ગઈ હોય હવે તે છૂટાછેડા નહીં લઈ શકે. વિપુલે યુવતીને તમામ સંબંધો તોડી નાખવાનું કહ્યું હતું. અંતે છેતરાયેલી યુવતીએ પોલીસ સ્ટેશનમાં વિપુલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
