Homeગુર્જર નગરીરાજ્યમાં 15 થી 18 વર્ષ વચ્ચેના બાળકોને કોરોનાની રસી આપવાના અભિયાનનો ...

રાજ્યમાં 15 થી 18 વર્ષ વચ્ચેના બાળકોને કોરોનાની રસી આપવાના અભિયાનનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

Team Chabuk-Gujarat Desk: વધતા કોરોનાના કેસની વચ્ચે આજથી રાજ્યભરમાં બાળકોને પણ કોરોનાની રસી આપવાની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યમાં 15 થી 18 વર્ષ વચ્ચેના બાળકોને આજથી કોરોનાની રસી આપવાનું અભિયાન શરૂ કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકોને કોરોનાની રસી આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કૂલથી કરાવ્યો છે. મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને બાળકોના રસીકરણની કામગીરી નિહાળી હતી. તેમણે બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા રખાઈ છે.

અમદાવાદ જિલ્લામાં આગામી 7મી જાન્યુઆરીના રોજ બાળકોને રસી આપવા માટેની મેગા ડ્રાઇવ યોજાશે. જેમાં જિલ્લાના નવ તાલુકામાં વિવિધ જાહેર સ્થળોએ રસી કેન્દ્રો ઉભા કરીને બાકી રહી ગયેલા બાળકોને રસી આપવામાં આવશે. વાલીઓ પોતાના બાળકોને રસી લેવડાવે તે માટે પણ સમજાવાશે. મેગા ડ્રાઇવમાં નવ તાલુકાના મોટા ભાગના બાળકોનો રસી લેવામાં સમાવેશ થઇ જવાની આરોગ્ય વિભાગે આશા વ્યક્ત કરી છે.

અપોલો હોસ્પિટલનો તાલીમબદ્ધ સ્ટાફને 15 વર્ષથી વધારે ઉંમરના બાળકોનું રસીકરણ કરવા માટે કામે લગાવવામાં આવશે. તમામ સૂચિત સરકારી આચારસંહિતાનું પાલન થશે, જેમાં રસીના શોટ આપતા અગાઉ ઓળખની ચકાસણી કરવી, કો-વિન એપ પર ડેટાની માન્યતા, રસીકરણ પછી 30 મિનિટ માટે ઓબ્ઝર્વેશન અને જો જરૂર પડે તો AEFI (રસીકરણ પછી માઠી અસરો) પર નજર રાખવાની બાબતો સામેલ છે. રસીનો સંગ્રહ કરવા કોલ્ડચેઇનની ઉચિત જાળવણી અને બાયોમેડિકલ વેસ્ટનું વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવશે. રસીકરણની પ્રક્રિયા પછી ઇન્ફેક્શન નિયંત્રણની વિવિધ પ્રેક્ટિસને અનુસરવામાં આવશે, જેમાં તમામ લાભાર્થીઓની તાવ માટે ચકાસણી, ફિઝિટલ ડિસ્ટન્સ, હાથની સ્વચ્છતા, યુનિવર્સલ માસ્કિંગ અને ઇન્જેક્શન સલામત રીતે આપવાની બાબત સામેલ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments