Homeગામનાં ચોરેછૂટાછેડા લીધેલી મહિલાની અશ્લીલ તસવીરો વાઈરલ કરી દેવાની બીક બતાવી રૂપિયા એઠતો...

છૂટાછેડા લીધેલી મહિલાની અશ્લીલ તસવીરો વાઈરલ કરી દેવાની બીક બતાવી રૂપિયા એઠતો ઢગો કબ્જે

Team Chabuk-National Desk: દ્વારકા સાઉથ પોલીસે મેટ્રિમોનિયલ સાઈટ પર છૂટાછેડા કરેલી મહિલાઓ સાથે મિત્રતા કેળવી તેની અશ્લીલ ફોટો લઈ બ્લેકમેલ કરનારા એન્જિનિયરની ધરપકડ કરી લીધી છે. આરોપી મિલિટ્રી એન્જિનિયરિંગ સર્વિસની કામગીરી સાથે સંકળાયેલો છે. પ્રાથમિક તપાસમાં અસંખ્ય મહિલાઓ સાથે આ રીતે છેતરપિંડી આચરી હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી માહિતી એકઠી કરી રહી છે.

જિલ્લા પોલીસ અધિક્ષક શંકર ચૌધરીએ જણાવ્યું કે આરોપી ઉત્તરપ્રદેશના અલીગઢના જમાલપુર ગામનો રહેવાસી રાજેશ સિંહ સુમન છે. પોલીસે તેની પાસેથી પુરાવા રૂપે એક મોબાઈલ ફોન કબ્જે કર્યો છે. આ તમામ વાતનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે દ્વારકા સાઊથ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ એક પુરુષની વિરૂદ્ધ પીછો કરવો, બ્લેકમેલ કરવું અને ધમકી આપવાના આરોપસર પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યું કે રાજેશ સિંહ સુમન નામેરી વ્યક્તિ સાથે તેની મેટ્રિમોનિયલ સાઈટ પર મિત્રતા થઈ હતી. તેણે ખૂદને મિલિટ્રી એન્જિનિયરિંગમાં સર્વિસ કરતો હોય લગ્નનો પ્રસ્તાવ સામે રાખ્યો હતો. આ દરમ્યાન તેની એક બે વખત પુરુષ સાથે મુલાકાત પણ થઈ હતી. એવામાં મહિલાએ પોતાની અંગત તસવીર રાજેશની સાથે શેર કરી હતી.

બાદમાં યુવતીને એ વાતની જાણ થઈ હતી કે રાજેશની વિરૂદ્ધ કેટલાય કેસ ફાઈલ થયેલા છે. મહિલાએ લગ્ન માટે ના પાડી તેની સાથેનો સંબંધ કાપી નાખ્યો. એ પછી આરોપી મહિલાને તેની અશ્લીલ ફોટો વાઈરલ કરી બદનામ કરવાની ધમકી આપવા લાગ્યો. મહિલાએ પોતાની આબરુ બચાવવા માટે આશરે દોઢ લાખ રૂપિયા તેને આપ્યા હતા.

આમ છતાં આરોપી નકલી ફેસબુક આઈડી બનાવી મહિલાની તસવીર પોસ્ટ કરવા લાગ્યો હતો. મહિલાએ કંટાળીને પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. કોન્સ્ટેબલ પ્રવીણ અને સુરેન્દ્રએ આ અંગેની તપાસ કરી. શુક્રવારના રોજ ટેકનિકલ તપાસ કર્યાં બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીની વિરૂદ્ધ વેલકમ પોલીસ સ્ટેશનમાં પણ એક ફરિયાદ નોંધાયેલી છે.

આરોપી અંગે પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મિલિટ્રી એન્જિનિયરિંગમાં સર્વિસ કરતો હતો, પરંતુ તેની ખોટી હરકતોના કારણે તેને 2018માં નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એ પછી તે મેટ્રોમોનિયલ સાઈટ પર પોતાની પ્રોફાઈલ બનાવીને છૂટાછેડા લીધેલી મહિલાઓને ફસાવતો હતો. આરોપીની આ હરકતથી પરેશાન થઈ પરિવારના લોકોએ પણ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. આરોપીએ ભૂતકાળમાં કેટલી મહિલાને પોતાના ષડયંત્રનો ભોગ બનાવીને છે, પોલીસે એ દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યાં છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments