Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં એક બાદ એક ભરતી કૌભાંડો ખુલીને સામે આવી રહ્યા. ત્યારે રાજ્યમાં ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના આરોપ થયા બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. આજે જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ઊર્જા વિભાગની ભરતી અંગે માહિતી આપી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જેટકો દ્વારા જુનિયર એન્જિનિયર અને સિવિલ અને એલેન્ટિકની 352 જગ્યાઓની ભરતી અને 500 જેટલા ઉમેદવારોનું વેઈટિંગ લિસ્ટ રાખવાની જોગવાઈ છે.
જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાજ્યના 22 સેન્ટરો પરથી આજથી પરીક્ષાની શરૂઆત થઈ છે અને 7 જાન્યુઆરી સુધી આ પરીક્ષા ચાલશે. આ પરીક્ષામાં લગભગ 34 હજારથી વધારે ઉમેદવારો બેસવાના છે. મુંબઈની કંપની દ્વારા ભરતી પ્રક્રિયા થઈ રહી છે. આ જ કંપની રેલવે પોલીસ, ભારત પેટ્રોલિયમ માટે પણ કામ કરે છે. ભરતી પ્રક્રિયા પારદર્શક બની રહે તે માટે જેટલા સેન્ટર છે ત્યાં સીસીટીવી અને વીડિયો ગ્રાફી ઉર્જા વિભાગ દ્વારા કરાઈ રહી છે.
જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારનો અભિગમ પારદર્શક પરીક્ષા લેવાનો છે. તેમણે આજના આક્ષેપ વિશે જણાવ્યું હતું કે, જે માહિતી હશે તે એકત્ર કરી ભુતકાળમાં પગલાં લીધા છે તેવી રીતે આગામી સમયમાં પગલા લેવાશે. યુવરાજ સિંહ દ્વારા ઓનલાઈન પરીક્ષામાં કૌભાંડ થયું હોવાના આક્ષેપ પર તેમણે જણાવ્યું હતું કે ઓનલાઈન પરીક્ષા હતી માટે જવાબ સાચા છે કે કેમ તે પણ ઉમેદવાર ઓનલાઈન જોઈ શકે છે. આજથી શરૂ થયેલી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ છે તેની તપાસ કરાશે.
યુવરાજસિંહે ઉર્જા વિભાગમાં વિવિધ ભરતીઓમાં કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ વચ્ચે અમે ઉર્જા મંત્રી સાથે આ અંગે વાત કરી છે. આવતીકાલથી લેવાનાર બાકીની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પગલાં લેવામાં આવશે.
યુવરાજસિંહના આક્ષેપો બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે, અને જો આક્ષેપ સાબિત થશે તો જવાબદારો સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. એક બે વ્યક્તિના કારણે તમામને દંડવા યોગ્ય નથી, બાકીની પરીક્ષા પારદર્શક રીતે લેવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉર્જામંત્રીને આ મુદ્દે તપાસના આદેશ પણ આપ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત