Homeગુર્જર નગરીજૂનાગઢ: ખેતરમાં પાણી વાળી રહેલા યુવાનને ખબર પણ નહોતી કે તેની ઉપર...

જૂનાગઢ: ખેતરમાં પાણી વાળી રહેલા યુવાનને ખબર પણ નહોતી કે તેની ઉપર સિંહની નજર છે

Team Chabuk-Gujarat Desk: ગિરના સાવજો માણસો પ્રત્યે પ્રેમભર્યો વ્યવહાર દાખવે છે એવી વાતો થતી રહેતી હોય છે. માણસ પર હુમલો કરવાની જગ્યાએ નજીકમાંથી બિલાડીની જેમ પસાર થઈ જતા સિંહના કેટલાય વીડિયો પણ ઈન્ટરનેટની દુનિયામાં ઘુમી રહ્યા છે, પણ અંતે જાનવર એ જાનવર છે. માંગરોળમાં આજક ગામમાં ખેતરમાં પાણી વાળતી વખતે એક યુવાન પર સાવજે જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામના ખેડૂત યાકુબભાઈ યુસુફભાઈ બેલીમ વહેલી સવારમાં પોતાના ખેતર પાસે ઘઉંમાં પાણી વાળી રહ્યા હતા. કામમાં તલ્લીન યાકુબભાઈને અણસાર પણ નહોતો કે તેમની આસપાસ શું છે? ત્યાં ક્યાંકથી સાવજ આવી ચડ્યો હતો અને તે પીડિત યાકુબભાઈની નજરમાં નહીં. યાકુબ ભાઈ પર તેણે હુમલો કરતા એમને શરીરમાં ઠેર ઠેર ઈજા પહોંચી હતી.

ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ માધુપુર અને બાદમાં કેશોદ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી વન વિભાગને મળતા વન વિભાગનો સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો અને હુમલો કરનારા સિંહનું લોકેશન શોધવા માટેની કામગીરી હાથ ધરી હતી. ખેડૂત પર હુમલો થયાની જાણ થતાં આજકા ગામની આસપાસના ખેડૂતોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે અને ખેતરમાં આવી ચઢતા હિંસક પશુઓને ખસેડવાની તેમણે માગણી કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments