Homeગુર્જર નગરીઆત્મહત્યા: પતિ અઢી વર્ષથી એક જ ઘરમાં પ્રેમિકા સાથે લિવ ઈનમાં રહેતો,...

આત્મહત્યા: પતિ અઢી વર્ષથી એક જ ઘરમાં પ્રેમિકા સાથે લિવ ઈનમાં રહેતો, મહિલાએ કંટાળી મોત વ્હાલુ કર્યું

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં મહિલાએ પતિ અને પ્રેમિકાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહિલા અને તેના પતિના લગ્ન થયાના 32 વર્ષે પણ લગ્નજીવનમાં અનબન રહેતા અને ત્રાસ મળતા આખરે મહિલાએ મોત વ્હાલુ કર્યું છે. આ અંગે સોલા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે જવાબદાર લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

સમગ્ર બનાવની વાત કરીએ તો, શહેરનાના ચાંદલોડીયા વિસ્તારમાં એક મહિલાની તબિયત અચાનક લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને તબીબે મૃત જાહેર કરી હતી. મૃત્યુ પાછળ પરિવારજનોએ મહિલાને બ્લડપ્રેશરની બીમારી હોવાનું જણાવતા હતા પરંતુ ખરેખર મહિલાનું મોત શંકાસ્પદ લાગતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

પોલીસે તપાસ માટે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો. જેમાં મહિલાનું મોત બ્લડ પ્રેશરના કારણે મૃત્યુ ન થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે મૃતક મહિલાના પતિની કડક પૂછપરછ કરતાં મહિલાનો પતિ તૂટી પડ્યો હતો અને મહિલાએ આત્મહત્યા કરી હોવાની વાત સ્વીકારી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક મહિલા સાથેના લગ્ન 32 વર્ષ પહેલા થયા હતા લગ્ન જીવનમાં તેમને અત્યાર સુધી કોઈ સંતાન થયું ન હતું. અઢી વર્ષ પહેલા તે બે દીકરાની માતાને પોતાની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા માટે લઈ આવ્યો હતો. એક જ ઘરમાં પત્ની પતિ અને પ્રેમિકા સાથે રહેતા હતા. આ દરમિયાન પતિ અને પ્રેમિકા મહિલાને સતત માનસિક ત્રાસ આપતા તેમજ ઘરમાંથી બહાર નીકળી જવાની ધમકી આપતા. આ સમગ્ર વાતોથી કંટાળીને મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી.

હાલ સોલા પોલીસે મૃતક મહિલાના મોત માટે જવાબદાર વ્યક્તિઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહીં પોલીસે આરોપી સામે ખોટું બોલી પોલીસને ગેરમાર્ગે દોરવા અંગે પણ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments