Homeગુર્જર નગરીસુરત: 16 વર્ષની કિશોરીને નશીલું દ્વવ્ય નાખેલી કોફી પીવડાવી આરોપીએ કપલ બોક્સમાં...

સુરત: 16 વર્ષની કિશોરીને નશીલું દ્વવ્ય નાખેલી કોફી પીવડાવી આરોપીએ કપલ બોક્સમાં બળાત્કાર ગુજાર્યો

Team Chabuk-Gujarat Desk: સુરત શહેરના સલાબતપુરમાં પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના સ્થળ પર કામ કરતા એક વ્યક્તિએ પોતાની જ 16 વર્ષીય સાથી કર્મચારી પર દુષ્કર્મ આચર્યું છે. આરોપી કિશોરીને લિંબાયતમાં આવેલ કેફેમાં લઈ ગયો હતો જ્યાં નશીલી કોફી પીવડાવી કપલ બોક્સમાં તેની લાજ લૂંટી હતી. ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે 16 વર્ષની કિશોરી આંજણા ફાર્મ ખાતે પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના ખાતમાં કામ કરે છે. કિશોરી સાથે તેની માતા પણ અહીં જ કામ કરે છે. આ ખાતામાં જ નિખિલ નામનો યુવક નોકરી કરે છે. ત્રણ જાન્યુઆરીની વાત છે જ્યારે નિખિલે કિશોરીને ભોળવતા કહ્યું હતું કે, આપણા કર્મચારીઓ કોફી પીવા માટે જાય છે તો આપણે પણ જઈએ. પહેલા તો યુવતીએ આનાકાની કરી હતી, પણ બાદમાં નિખિલની વાતમાં આવી જઈ તેણે હા પાડી દીધી હતી.

ચાર લોકો રિક્ષામાં નીકળ્યા હતા. લિંબાયતમાં આવેલા એક કાફેમાં ગયા ત્યાંથી નિખિલના અન્ય બે સાથી કર્મચારીઓ બીજે ક્યાંક ચાલ્યા ગયા હતા. અહીં કોફીમાં નશીલું દ્રવ્ય નાખી યુવક નિખિલે કિશોરીને પીવડાવી દીધું હતું અને પછી દુષ્કર્મ આચર્યું હતું.

કિશોરી જ્યારે ભાનમાં આવી ત્યારે તેને ખબર પડી કે તેની સાથે શું થયું છે. પહેલા તો તેણે માતાને કોઈ હકીકત નહોતી કહી. જ્યારે કામ કરવા માટે ખાતામાં આવી ત્યારે તેણીએ માતાને કહ્યું હતું કે તેની તબિયત બરાબર નથી અને ઘરે નીકળી ગઈ હતી. જોકે બીજા દિવસે તેણે માતા આગળ સમગ્ર હકીકત રાખી દીધી હતી. બુધવારના રોજ આરોપી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments