Team Chabuk-Gujarat Desk: રાજયમા પ્રવર્તી રહેલ કોવિડ-૧૯ની સાપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા રાજયના આરોગ્ય કર્મીઓની રજાઓ રદ કરાઈ છે અને તમામ કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશો કરી દેવાયા છે અને આગામી સમયમા અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર કરાશે નહી.
આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયાનુસાર રાજ્યમાં હાલ કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને આગામી સમયમાં રોગનું સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. જેથી, કોવિડ-૧૯નાં દર્દીઓને સમયસ૨ સા૨વા૨ મળી રહે તથા આરોગ્ય સેવાઓ સુચારૂ રૂપે જળવાઈ રહે તે માટે જાહેર આરોગ્યને લગત સંસ્થાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ જો ૨જા ૫૨ હોય તો તેઓની ૨જા ૨દ ક૨ીને તાત્કાલિક ફુરજ પર હાજર થવા જણાવવામાં આવે છે તથા આગામી સમય માટે કોઇ પણ અધિકારી, કર્મચારીની ૨જા અનવાર્ય સંજોગ સિવાય મંજૂ૨ ક૨વામા આવશે નહી તેમ વધુમા જણાવાયુ છે.
ઉલ્લેખીય છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને કોરોનાના એક્ટીવ કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ અને સુરતની ખરાબ સ્થિતિ છે. તો અન્ય મોટા શહેરોમાં પણ રોજ કોરોનાના કેસનો આંકડો વધી રહ્યો છે. આવા સંજોગોમાં આરોગ્ય સ્ટાફની અછતના અભાવે કોઈ દર્દીને હેરાન પરેશાન ન થવું પડે તે માટે આરોગ્ય વિભાગે આ નિર્ણય લીધો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 44 હજાર 856 લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે મૃત્યુઆંક 10 હજાર 127 છે. અત્યાર સુધીમાં 8 લાખ 20 હજાર 383 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. હાલ રાજ્યમાં કુલ 14 હજાર 346 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 14317 દર્દીની હાલત સ્થિર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત