Team Chabuk-Gujarat Desk: વડોદરામાં સોખડા હરિધામ મંદિરમાં ગેરસમજણના આધારે એક સેવકને ચાર સંતોએ માર માર્યો હતો. સંતોને સેવક મહિલાઓના વીડિયો ઉતારી રહ્યો હોવાનું લાગતા ઝપાઝપી થઈ હતી. આ સમગ્ર ઘટનામાં મોટી ગેરસમજણ ઊભી થઈ હોવાનું ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું. જેને માર પડ્યો છે તે સેવકના પરિવાર દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, હરિધામ સોખડા પ્રેમસ્વરૂપ અને પ્રબોધજીવનસ્વામી જૂથમાં વિભાજીત થઈ ગયું હોવાથી પ્રેમસ્વરૂપ સ્વામીના સંતોએ પ્રોબધજીવન સ્વામી જૂથના સેવક પર ખોટો આરોપ મૂકી માર માર્યો છે.
પીડિત અનુજ ચૌહાણે શું કહ્યું?
છેલ્લા પાંચ વર્ષથી પીડિત અનુજ ચૌહાણ હરિધામ સોખડા સાથે સંકળાયેલ છે. જ્યારે સાત મહિનાથી હરિધામ-સોખડા ખાતે એકાઉન્ટ વિભાગમાં સેવક તરીકે સેવા આપે છે. છ જાન્યુઆરીના રોજ સવારના સાડા અગિયાર વાગ્યાથી સાડા બાર વાગ્યાની આસપાસ મહિલાનો ભરપૂર અવાજ આવી રહ્યો હોય પીડિત અનુજ ચૌહાણ અને અન્ય સેવકો બહાર ગયા હતા.
એ સમયે પ્રેમસ્વરૂપ સ્વામીજૂથના ચાર સંતો પ્રભુપ્રીય સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, સ્વામીસ્વરૂપ સ્વામી અને હરિસ્મરણ સ્વામી ત્યાં બહાર ઊભા હતા. એમણે સેવકોને અંદર જવાનું કહ્યું ત્યારે અનુજ પણ અંદર જવા ગયો હતો. જોકે તેનો એક હાથ ખિસ્સામાં હતો. એ જોતા પ્રભુપ્રિય સ્વામીએ તેને કહ્યું હતું કે, ‘કેમ વીડિયો ઉતારે છે?’
સ્વામીઓએ મોબાઈલ બતાવવાનું કહ્યું હતું તો અનુજે તેના હાથમાં રાખી મોબાઈલ બતાવ્યો હતો. ચારે સંતોએ મોબાઈલ ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. અનુજના જણાવ્યા અનુસાર, પ્રભુપ્રીય સ્વામીએ બોચી પકડી હતી અને બીજા ત્રણ સંતો અને સોખડા ગામના મનહરભાઈ પટેલે ઢોર માર માર્યો હતો.
ત્યાગવલ્લભસ્વામી શું કહે છે?
બીજી બાજુ ત્યાગવલ્લભસ્વામીએ આ સમગ્ર ઘટનામાં ગેરસમજણ ઊભી થઈ હોવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અનુજ હરિધામ મંદિરમાં કેટલાય સમયથી સેવા કરે છે. દૂરથી સંતોને એવું લાગ્યું હતું કે અનુજ મહિલાઓના વીડિયો ઉતારી રહ્યો છે. સંતોએ રેકોર્ડિંગ કર્યું હોય તો ડિલીટ કરી નાખવાનું કહ્યું હતું. સંતે અનુજનો મોબાઈલ જોવાનો પ્રયાસ કર્ય હતો. જેની ઝપાઝપીમાં સંતનું ઉપવસ્ત્ર ખેંચાઈ ગયું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત