Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં વિધર્મી યુવક પર પરિણીતા સાથે અનેવાર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે, પહેલાં વિધર્મી યુવકે નિકોલની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી. ત્યારબાદ તેનો નગ્ન વીડિયો પણ ઉતાર લીધો. એટલું જ નહીં યુવકે પરિણીતાના પતિ અને પુત્રની હત્યા કરવાની ધમકીઓ આપી હોવાનો પણ આરોપ છે. આ મુદ્દે અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ નિકોલ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતા સાથે આ ઘટના બની છે. દોઢ વર્ષ પહેલા પરિણીતાને માધપુરા ખાતે રહેતા હુસેન નાથું રંગરેજ સાથે સંપર્ક થયો હતો. બાદમાં બન્ને એક બીજા સાથે ફોનથી ચેટિંગ કરતા અને બાદમાં બન્ને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ હતી. બાદમાં બન્ને એકબીજા સાથે મળતા હતા. આરોપ છે કે, એક દિવસ પરિણીતાએ સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે કામ અર્થે આવી હતી, ત્યારે હુસેન નાથુએ પરિણીતાને તેના પતિ અને પુત્રની હત્યા કરી નાખીશ તેવી ધમકીઓ આપીને દુષ્કર્મ આચર્યું હતું અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો.
ત્યારબાદ આરોપીએ વીડિયો વાયરલ કરીને અનેક વાર અલગ-અળગ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ. જો કે, આ વાતથી કંટાળી ગયેલી થોડા દિવસ પહેલાં હુસેન નાથુ સાથે જવાની ના પાડી દીધી હતી જેને લઈને ફરીથી તેણે પતિ અને પુત્રની હત્યા કરવાની ધમકી આપી હતી.
ડરી ગયેલી મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારજનોને આપી હતી. જેને લઈને હવે પરિવારે પોલીસની મદદ લીધી છે. હાલ પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત