Homeગુર્જર નગરીવાહન ચાલકો હવે વાહનનો જુનો પોતાની પસંદગીનો નંબર રીટેન કરી શકશે, આટલી...

વાહન ચાલકો હવે વાહનનો જુનો પોતાની પસંદગીનો નંબર રીટેન કરી શકશે, આટલી રહેશે કિંમત

Team chabuk-Gujarat Desk:  વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે, રાજયના નાગરિકોને તેમની પસંદગીનો નંબર હવે પુનઃમળી શકે એ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વાહન ચાલકો હવે વાહનનો જુનો નંબર રીટેન કરી શકશે એ માટે  વાહન સ્ક્રેપ થાય કે અન્યને વેચે તો પણ એ જ નંબર વાહન ચાલકોને ફાળવવામા આવશે.

પૂર્ણેસ મોદીએ ઉમેર્યુ કે, વાહન માલિકો તેઓની અલગ-અલગ પ્રકારની વ્યક્તિગત, ધાર્મિક, સામાજીક કે ન્યુમરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્ક્સ નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. વાહન માલિકોની તેઓના નંબર સાથે જોડાયેલ લાગણી-માન્યતાને કારણે જુના વાહનોના નંબર રીટેન રાખવાનો આગ્રહ રાખતા હોય છે એને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે

તેમણે કહ્યું કે,વાહન વ્યવહાર દ્વારા અરજદારોની રજુઆતો ધ્યાને લઇ દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ વ્હીકલ નંબર રીટેન્શનની પોલીસીને અમલમાં મુકવાનો આ નિર્ણય કરાયો છે આ પોલીસીમાં વાહન માલિક બે વખત તેઓના વાહન નંબર રીટેન્શન કરી શકશે.

આ ઉપરાંત વાહન માલિક જ્યારે વાહનની તબદીલીની અરજી કરે તે સમયે તે વાહનનો નંબર રીટેન કરી વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનોને જે તે રીટેન કરેલ નંબર ફાળવવામાં આવશે અને માલિકી તબદીલ થયેલ વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે. તબદિલ થયેલ વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે.વાહન સ્ક્રેપ થતું હોય તે સમયે વાહન માલિક દ્વારા નવા ખરીદાયેલા વાહન પર જુના વાહનનો નંબર રીટેન કરી શકાશે અને જુના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે, વાહન માલિક પોતનો વાહન નંબર પોતાના દ્વારા ખરીદાયેલા નવા વાહનો ઉપર જ રીટેન કરી શકશે. જુના વાહન ઉપર વાહન નંબર રીટેન થઇ શકશે નહી. તેમજ જે વાહનનો નંબર રીટેન કરવાનો છે તે તથા જે વાહન પર નંબર રીટેન કરવાનો છે તે બન્‍ને વાહનોની માલિકી એક જ વ્યક્તિની હોવી જરૂરી છે. વધુમાં જે વાહનનો નંબર રીટેન કરવાનો છે તે વાહનની માલિકી વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જોઇશે અને બન્ને વાહનોના પ્રકાર સમાન હોવા જરૂરી છે.

અગાઉ સ્ક્રેપ થઇ ચૂકેલ હોય તેવા વાહનોનો નંબર રીટેન કરી શકાશે નહી. રીટેન કરવામાં આવેલ નંબરની સામે ખરીદાયેલ નવા વાહનને રીટેન કરેલ નંબર ફાળવવાની પ્રકિયા ૧૫ દિવસમાં પુરી કરવાની રહેશે. ત્યારબાદ રીટેન કરેલ નંબર નવા વાહનને ફાળવી શકાશે નહી. ટ્રાન્સફર કે સ્ક્રેપ થતા વાહન જેનો નંબર રીટેન કરવાનો છે તેને નવો વાહન નંબર ફાળવવાની પ્રકિયા વાહન નંબર રીટેન્શન કર્યાની સાથે તુરંત કરવાની રહેશે.

પૂર્ણેશ મોદીએ કહ્યું કે, વાહન નંબર રીટેન્શન માટે અગાઉ જેમ ચોઇસ નંબર માટે નિયત કરેલ ફીની જોગવાઇ મુજબ જ ટુ વ્હીલરના ગોલ્ડન નંબર માટે 8 હજાર, સિલ્વર નંબર માટે 3 હજાર 500 અને અન્ય નંબર માટે 2 હજાર રૂપિયા ચૂકવવાના રહેશે. આ રીતે અન્ય વાહનોના ગોલ્ડન નંબર માટે 40 હજાર રૂપિયા,  સિલ્વર નંબર માટે 15 હજાર રૂપિયા અને અન્ય નંબર માટે ઓછામાં ઓછી 8 હજાર રૂપિયા ફી ચૂકવવાની રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments