Homeગુર્જર નગરીજૂનાગઢઃ 7.5 ડિગ્રી તાપમાનમાં શહેરીજનો ઠૂંઠવાયા, ગિરનાર પર તો પારો આટલા ડિગ્રીએ...

જૂનાગઢઃ 7.5 ડિગ્રી તાપમાનમાં શહેરીજનો ઠૂંઠવાયા, ગિરનાર પર તો પારો આટલા ડિગ્રીએ પહોંચી ગયો

Team Chabuk-Gujarat Desk:  રાજ્યમાં હવામાન વિભાગે શીત લહેરની આગાહી કરી છે. ત્યારે ગિરનારની ગોદમાં આવેલું જૂનાગઢ ઠંડીથી ઠૂંઠવાયું હતું. રવિવારે દિવસભર વાતાવરણ ઠંડું રહેતા જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.  જૂનાગઢમાં 9 જાન્યુઆરી શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો. રવિવારે શહેરમાં તાપમાનનો પારો ગગડીને 7.5 ડિગ્રીએ પહોંચી ગયો હતો તો ગિરનારમાં તાપમાન 2.5 ડિગ્રી નોંધાયુંહ હતું.

રવિવારે જૂનાગઢમાં લઘુત્તમ તાપમાનનો પારો 7.5 ડિગ્રીએ પહોંચતા લોકો ઠંડીથી ધ્રૂજી ઉઠ્યા હતા. ઠંડીના કારણે મોટાભાગના લોકોએ ટાળ્યું હતું બજારોમાં ભીડ ઓછી જોવા મળી હતી. તો  બહાર નિકળનાર લોકોને પણ ઠંડાગાર પવનથી બચવા ગરમ કપડામાં વિંટળાઇ રહેવાની ફરજ પડી હતી.
શહેરની સાથે ગિરનાર પર્વત પર પણ ઠંડા પવન ફુંકાયા હતા. લઘુત્તમ તાપમાનનો પારો 2.5 ડિગ્રીએ આવી જતા પ્રવાસીઓ, સ્થાનિક ધંધાર્થીઓ ઠંડીમાં ઠુંઠવાઇ ગયા હતા. જ્યારે કાતીલ ઠંડીથી બચવા વન્યપ્રાણીઓ પણ દરમાં પૂરાઇ રહ્યા હતા જ્યારે સિંહ જેવા હિંસક પ્રાણીઓ પણ ઢૂવામાં પૂરાઇ રહ્યા હતા.

બીજી તરફ સક્કરબાગ ઝૂમાં ઉલટી ગંગા જોવા મળી.  શનિ-રવિમાં સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓની સંખ્યા વધી હતી.  શુક્રવારે કુલ 1,513 લોકોએ ઝૂની મુલાકાત લીધી હતી જ્યારે શનિવારે 2 હજાર 204 અને રવિવારે 3 હજાર 358 પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા હતા.

આગામી બે દિવસ હજું જૂનાગઢમાં ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ શીત લહેરની શક્યતા વ્યક્ત કરી છે. જેથી શહેરીજનોએ હજુ પણ બે દિવસ કાતીલ ઠંડીનો સામનો કરવો પડશે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments