Team Chabuk-Gujarat Desk: સોશિયલ મીડિયા પર નોકરીની જરાં અમથી જાહેરાત જોઈ યુવકો કમાવા માટે દોડ લગાવે છે. આવા યુવકો માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોલબોયની નોકરી જોતી હોય યુવકે એક વ્યક્તિને પોતાની નગ્ન તસવીરો મોકલી હતી. તસવીરો મોકલવામાં યુવક એવો ભરાઈ ગયો કે સામેની વ્યક્તિ તેને બ્લેકમેલ કરવા લાગી હતી. જો પૈસા આપવામાં ન આવે તો યુવકની નગ્ન તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી તેને બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી. અંતે સાઈબર ક્રાઈમે આરોપીને પકડી પાડ્યો હતો.
ઘટનાની વિગતો કંઈક એવી છે કે સરથાણામાં રહેતા એક યુવકે ઓનલાઈન કોલબોયની નોકરી માટેની જાહેરાત જોઈ હતી. જેમાં તેને અજાણ્યાએ નોકરી માટે અરજી કરવાનું કહ્યું હતું. આગળ જતાં અજાણ્યાએ કહ્યું હતું કે, કોલબોયની નોકરી જોતી હોય તો નગ્ન વીડિયો અને તસવીરો મોકલવી પડશે. યુવક આગળ પાછળનું કંઈ જાણ્યા વિના અજાણી વ્યક્તિની વાતમાં આવી ગયો હતો અને પોતાની નગ્ન તસવીરો અને વીડિયો મોકલી આપ્યા હતા.
નગ્ન વીડિયો અને તસવીરો મોકલતા જ અજાણી વ્યક્તિએ યુવકની પાસેથી વીસ હજાર રૂપિયા માગ્યા હતા. જો યુવક પૈસા ન આપે તો વીડિયો અને તસવીરો વાઈરલ કરી દઈ બદનામ કરવાની ધમકી આપી હતી. યુવકે પૈસા ન આપતા અજાણી વ્યક્તિએ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધી હતી. અંતે યુવકે અજાણ્યા યુવકની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સાઈબર ક્રાઈમે યુવકની ફરિયાદના આધારે ભાવનગર જિલ્લાના તળાજાના પાદરી ગામના ભીમા રાજુભાઈ ભમંરની ધરપકડ કર હતી. ભીમો ખેડૂત છે. થોડા સમય પૂર્વે કોઈ અજાણી વ્યક્તિએ ભીમાને પણ આ રીતે જ બાટલીમાં ઉતારી દીધો હતો અને બ્લેકમેલ કર્યો હતો. જેથી ભીમાએ પણ આ પ્રકારે જ યુવકને બ્લેકમેલ કરવાનું કારસ્તાન ઘડ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત