Homeગામનાં ચોરેકર્ણાટક: લોન ન મળી તો યુવકે બેન્ક સળગાવી દીધી

કર્ણાટક: લોન ન મળી તો યુવકે બેન્ક સળગાવી દીધી

Team Chabuk-National Desk: ભારતના કર્ણાટકના હાવેરી જિલ્લામાં એક 33 વર્ષીય વ્યક્તિએ એક બેન્કની બ્રાન્ચમાં આગ લગાવી દીધી હતી. બેન્કે આ વ્યક્તિને લોન આપવાની ના પાડી દીધી હતી. જેથી ગુસ્સામાં આવેલા આ વ્યક્તિએ બદલો લેવા માટે બેન્કને ભસ્મીભૂત કરી નાખી. ભળભળ સળગેલી બેન્કના કેટલાય વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

વસીમ અકરમ મુલ્લા નામના 33 વર્ષીય વ્યક્તિએ કેટલીય બેન્ક પાસેથી લોન લેવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ પણ બેન્કે તેને લોન આપવાથી ના પાડી દીધી હતી. લોન આપવામાં ના પાડવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે મીયાં વસીમ અકરમ મુલ્લાએ પહેલાથી જ કેટલીય બેન્કોની પાસેથી લોન લઈને રાખી હતી.

કર્ણાટકની હાવેરી પોલીસના જણાવ્યા અનુસાર: વસીમ કેટલીય બેન્કોથી નારાજ હતો કારણ કે તે જ્યાં પણ પૂછે ત્યાંથી તેને ના જવાબ મળતો હતો. શનિવારની રાત્રિએ વસીમે પોતાની મોટરસાઈકલની બંને નંબર પ્લેટ હટાવી દીધી હતી અને પછી પોતાના ગામ રત્તીહલ્લીથી હેડિગોન્ડા પહોંચ્યો હતો. એ પછી કથિત રીતે બેંકની બિલ્ડીંગના પાછળના ભાગનો કાચ તોડી નાખ્યો હતો અને અંદર પ્રવેશ કર્યો હતો.

પોલીસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરોપી પોતાની સાથે પેટ્રોલનું કેન પણ લઈ ગયો હતો અને બેન્કમાં પ્રવેશ કર્યાં બાદ તેણે ચારેબાજુ છાંટી દીધું અને લાઈટરથી આગ લગાવી દીધી. અહીંથી તે ગટરમાં કૂદ્યો. જ્યારે તે કૂદ્યો ત્યારે આસપાસ રહેતા લોકોની ઉંઘ ઉડી ગઈ. સ્થાનિક લોકોએ જ તેને પકડી પાડ્યો હતો અને કાગિનેલે પોલીસના હવાલે કરી દીધો હતો. બેંકે આપેલા નિવેદન પ્રમાણે આશરે 16 લાખ રૂપિયાનું બ્રાન્ચને નુકસાન થયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments