Homeગુર્જર નગરીસુરત: ધોરણ 10માં નાપાસ થવાની બીકે કિશોરીએ કરી આત્મહત્યા, કોરોના રિપોર્ટ પણ...

સુરત: ધોરણ 10માં નાપાસ થવાની બીકે કિશોરીએ કરી આત્મહત્યા, કોરોના રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ

Team Chabuk-Gujarat Deask: ધોરણ દસની પરીક્ષાને હવે ગણતરીના મહિનાઓ બાકી છે. એમાં કોરોનાએ ગુજરાતને ગજવ્યું છે. માંડ ઓફલાઈન થયેલાઓ ફરી ઓનલાઈનના પાટા પર આવી ગયા છે. એવામાં સુરતના વરાછામાં રહેતી ધોરણ દસની વિદ્યાર્થિનીએ પરીક્ષામાં નાપાસ થવાના ભયના કારણે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ટૂંકી સારવાર બાદ આ વિદ્યાર્થિનીનું મોત થયું હતું. મૃતક કિશોરી કોરોના પોઝિટિવ હોવાની પણ જાણકારી પ્રાપ્ત થતા તેના અંતિમ સંસ્કાર પણ કોરોના પ્રોટોકોલના આધારે જ કરવામાં આવ્યો હતો.

ઘટનાની વિગતો કંઈક એવી છે કે ભાવનગરના નારી ગામના વતની અને વરાછામાં યોગીચોક પાસે તિરુપતિ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ વાટલીયા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમની 15 વર્ષની પુત્રી વરાછા ખાતે આવેલી એચવીએફ મોર્ડન સ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી. રવિવારની બપોરે શ્રુતિએ અનાજમાં નાખવાનો પાવડર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોને આ વાતની જાણ થતાં તેણીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં કિશોરીનો કોરોના રિપોર્ટ કરવામાં આવતા તે પણ પોઝિટિવ આવ્યો હતો. અહીંથી કિશોરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નિપજ્યું હતું.

ખાનગી હોસ્પિટલે સરથાણા પોલીસને જાણ કરી હતી. જ્યાં પોલીસે કિશોરીનું નિવેદન લેતા તેણીએ કહ્યું હતું કે, ધોરણ દસમાં નાપાસ થવાના ભયના કારણે તેણે જીવન ટૂંકાવ્યું છે. સરથાણા પોલીસે આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કિશોરી કોરોના પોઝિટિવ હોવાના કારણે તેની અંતિમવિધિ પણ કોરોનાની ગાઈડલાઈન મુજબ જ કરવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments