Homeગુર્જર નગરીરાજકોટ: સરધારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પિતરાઈ ભાઈઓએ જ મોતને ઘાટ ઉતારી...

રાજકોટ: સરધારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પિતરાઈ ભાઈઓએ જ મોતને ઘાટ ઉતારી દીધો હતો

Team Chabuk-Gujaart Desk: રંગીલા રાજકોટના સરધારમાં થોડા દિવસ પૂર્વે સાઈકલ પર જઈ રહેલા પિતા પુત્રને રોકી અજાણ્યા શખ્સોએ પથ્થરો દ્વારા હુમલો કરી કાસળ કાઢી નાખ્યું હતું. જેમાં એક બાળકને પણ ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજા પહોંચેલા બાળકે પણ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લેતા બેવડી હત્યાનો ગુનો નોંધાયો છે. પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે બે લોકોની ધરપકડ કરી લીધી હતી.

શું હતી ઘટના?

મૃતકનું નામ વેરસિંગ મહોબ્બતસિંહ શિંગડ હતું. તે મધ્યપ્રદેશના બેહડવા ગામનો વતની હતો. વેરસિંગનો સાળો ધોરાજીમાં ખેત મજૂરી કરે છે. એ મધ્યપ્રદેશથી હાલમાં જ આવ્યો હોય અને ધોરાજી બાજુ જતો હોય તેની મુલાકાત કરવા માટે વેરસિંગ તેના ત્રણ વર્ષના પુત્ર સચિનને લઈ ગોંડલ રોડ ચોકડીએ મળવા પહોંચ્યો હતો. સાળાએ વેરસિંગને રૂપિયા સાતસો રોકડા અને એક જોડી કપડાં આપ્યા હતા. વેરસિંગ અને તેનો પુત્ર સચિન તેની સાથે મુલાકાત કરી પાછા ફર્યાં હતાં. અહીંથી કોઈ વાહનમાં સરધાર પહોંચ્યા હતા અને ત્યાંથી સાઈકલ મારફતે વાડીએ જઈ રહ્યા હતા. પિતા પુત્ર જ્યારે હરિપુર રોડ પર પહોંચ્યા ત્યારે હત્યારાઓએ તેમને આંતર્યાં હતાં. વેરસિંગને હત્યારાઓએ બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી નાખ્યો હતો. હત્યારા એટલા ખુન્નસમાં હતા કે તેમણે વેરસિંગના ત્રણ વર્ષના પુત્ર પર પણ પથ્થરો વરસાવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. લાંબા સમય સુધી પુત્ર સચિન પિતા વેરસિંગની લોહીથી ખદબદતી લાશની નજીક પડ્યો હતો. ત્યાંથી રાહદારી પસાર થતાં તેણે પોલીસને ઘટનાની જાણ કરી હતી.

જમીનનો ડખ્ખો

આજીડેમ પોલીસે મૃતકની પત્ની જાનુબેન વિરસીંગ શીંગાળની ફરિયાદ પરથી હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ગુનામાં સંડોવાએલા મૃતકના પિતરાઇ ભાઇ કલમસીંગ ઉર્ફે કમલેશ ગુલામસિંહ શીંગાળ (ઉ.વ.30), રમલેશ ઉર્ફે રમેશ શંકરભાઇ શીંગાળ (ઉ.વ.26)ની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે વડીલ પાર્જિત જમીનમાં ભાગ બાબતે અદાવત ચાલતી હતી. મૃતકે તેના બંને પિતરાઈ ભાઈઓને ગાળો ભાંડી હતી. બાદમાં કામે જતાં સમયે ફરી એક વખત બંને ભાઈઓ સાથે વેરસિંગનો આમનો સામનો થઈ જતાં ત્યાં પણ ગાળો દીધી હતી. જેથી ભાઈઓએ ઉશ્કેરાઈ પથ્થરના ઘા ઝીંકી પિતા અને પુત્રને મોતની ચાદર ઓઢાડી દીધી હતી. જ્યાં વેરસિંગનું ઘટનાસ્થળ પર જ તો તેના બે વર્ષીય પુત્ર સચિનનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં બંને આરોપીઓ ઉપર બેવડી હત્યાનો ગુનો નોંધાયો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments