Homeગુર્જર નગરીઅમદાવાદઃ જૂગારના શોખીન પ્યૂને જ મિત્ર સાથે મળીને લૂંટી હતી બેંક !...

અમદાવાદઃ જૂગારના શોખીન પ્યૂને જ મિત્ર સાથે મળીને લૂંટી હતી બેંક ! રૂપિયાથી સ્પા ખોલવાનું પણ હતું આયોજન

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના કાલુપુરમાં આવેલી વિજય કો ઓપ બેંકમાં વર્ષના અંતિમ દિવસે 9 લાખથી વધુની ચોરી થઈ હતી. આ કેસમાં દરિયાપુર પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, બેંકમાં પ્યૂન અને તેના મિત્રએ જ ચોરી કરી હતી. ગોવામાં કસીનોમાં થયેલી હાર સરભર કરવા, સ્પાનો બિઝનેસ ખોલવા તેમજ મહિલા મિત્રની જરૂરિયાતો પૂરી કરવા બંનેએ બેંકને નિશાન બનાવી હતી.

આરોપીએ ચોરીનાં ગુનાને અંજામ આપવા માટે નવાં વર્ષની શરૂઆત થતાં પહેલા જ પ્લાન બનાવ્યો હતો. પ્લાન તે બાબતે પોલીસે પૂછપરછ કરી તો ખુદ પોલીસ ચોકી ગઈ હતી. આરોપી વિમલ પટેલ બેંકમાં પ્યુન હતો અને જુગાર રમવાનો શોખીન હતો અને ગોવામાં કસીનોમાં જુગાર રમતા દેવું પણ કરી ચૂક્યો હતો. જેને પગલે દેવું ચૂકવવા માટે બેંક ચોરીનો પ્લાન કર્યો હતો.

અન્ય જાવીદ નામનો આરોપી વિમલનો મિત્ર છે. ચોરી કરવા વિમલે પ્લાન બનાવ્યો અને સાથે ચાવીઓ પણ જાવીદને આપી હતી. સાથે જ વિમલે CCTV પણ બંધ કર્યા હતા. ચોરી કરતા સમયે આરોપી એક જ બેગ લઈ ગયો હોવાથી બેંકમાં પડેલી બાકીની રકમ ભરી શક્યો નહોતો અને માત્ર નવ લાખ રૂપિયાની રોકડ બેગમાં આવતા તે લઈ રવાના થઇ ગયો હતો. ચોરી કરેલા રૂપિયા લઇ આરોપીઓ ગોવામાં કેસીનોમાં જુગાર રમવા ગયા હતા.

આરોપી જાવીદ અગાઉ સ્પા ચલાવતો હતો અને તેમાં રેડ પડી જતાં તેનાં પર કેસ થયો હતો. તો ફરી સ્પાનો બિઝનેસ શરૂ કરવાં રૂપિયાની જરૂર ઉભી થતા જાવીદે તેની મહિલા મિત્ર પાસે લાખો રૂપિયા પણ લીધા હતા. એકતરફ ગોવામાં કસીનોમાં હાર અને મહિલા મિત્રને આપવાના નીકળતા રૂપિયાએ આ બંનેને ચોરીને અંજામ આપ્યો હતો.

ASP અભય સોની અને દરિયાપુર PI આર જે ચૌધરીએ જણાવ્યું કે, આરોપીઓ પાસેથી બે લાખ પોલીસે કબ્જે કર્યા. જ્યારે કેટલાક રૂપિયા મહિલા મિત્રના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા તે બાબતે તપાસ શરૂ કરાઇ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments