Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં તો ક્યાં દારૂ વેચાય છે? આ જુઓ. જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનની તાબે આવેલા ત્રણ ગામમાં એલસીબીએ દેશી દારૂની ભઠ્ઠીઓ પર દોરોડો પાડ્યો હતો. પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે આ દેશી દારૂની ભઠ્ઠીઓ પોલીસના જ આશિર્વાદથી ચાલતી હતી. ઉચ્ચ અધિકારી દ્વારા તાત્કાલિક એક્શન લેતા ત્રણ પોલીસમેનની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી નાખવામાં આવી જ્યારે મેઘપર-પડાણાના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પર તાત્કાલિક ઈન્કવાયરી કરવામાં આવી રહી છે.
બે દિવસ પહેલાની વાત છે. જ્યારે જામનગરની એલસીબીએ મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનની અંડરમાં આવતા પડાણા, જોગવડ અને ગાગવાધારમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. એલસીબીને એક ચાલુ ભઠ્ઠી જ્યારે 90 લીટર અને 150 લીટર જેટલો દેશી દારૂ પણ મળી આવ્યો હતો. ઈન્ચાર્જ એસ.પી નીતિશ પાંડેને જ્યારે ખબર મળી કે આ તમામ ભઠ્ઠીઓ પોલીસના આશિર્વાદથી ચાલી રહી છે ત્યારે તેઓ ચકિત્ત થઈ ગયા હતા.
મેઘપર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા જયરાજસિંહ દિલીપસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી બદલીને હેડ કવાર્ટર ખાતે મૂકી દેવાનો હુકમ કરી આ સમગ્ર પ્રકરણમાં પીએસઆઈ કે.આર. સીસોદિયા સામે ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે. પીએસઆઈ પર ગંભીર પગલાં લેવામાં આવશે તેવી ચર્ચાઓ ઉઠી રહી છે. જામનગર એસ.પી દ્વારા તાબડતોડ આ પગલાં લેવામાં આવતા પોલીસબેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
