Team Chabuk-Gujarat Desk: મૂળ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના સરા ગામે ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાન દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમારની આત્મહત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. રવિવારે દીપકસિંહે લખેલી એક સુસાઈડ નોટ મળી આવ્યા બાદ સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પહેલાં 9 જાન્યુઆરીએ બનેલી આ ઘટનામાં પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
દીપકસિંહે જે સુસાઈડ નોટ લખી છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને લખી છે અને કેટલાક આરોપીના નામ પણ લખ્યા છે. એટલું જ નહીં સુસાઇડ નોટમાં પોતાના ઘરમાં સીસીટીવી ગોઠવીને પતિ અને પત્નીની અંગત પળોનો વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયામાં ફરતો કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે.
દીપકસિંહની સુસાઈડ નોટ
“જયમાતાજી
પ્રતિશ્રી માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી, હું દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર હાલ ગામ સરા સરકારી દવાખાના ખાતે મારાં માતા-પિતા પાસે આવેલો હતો. હું ગાંધીનગર ખાતે C.I.D. IBમાં ફરજ બજાવું છું. મને અને મારા પરિવારને હેરાન કરવા તથા મારી પત્નીના નગ્ન વીડિયો અને અમારા આખા ઘરમાં નેટવર્ક ફીટ કરી અમારી અંગત પળોનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો છે અને મને માનસિક ત્રાસ આપે છે. જેનું નામ D.K.RANA. IBમાં ફરજ બજાવે છે. તેની સાથે ભારતીબેન તથા નિશા AIO મને મારી નાખવાની ધમકી તથા મારી પત્નીની અંગત પળો ઉતારેલી છે, જેથી હું આત્મ હત્યા કરું છું.- Parmar D.N”

દીપકસિંહના પિતાએ જણાવ્યું હતું કે દીકરાને નોકરીમાં મુશ્કેલી હોવાનો ફોન આવ્યો હતો, આથી તેઓ ગાંધીનગર જઇને પુત્રને સરા લઇ આવ્યા હતા.હાલ મૃતકની સુસાઈડ નોટના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ પોલીસ તપાસ કરી રહી છે કે, આ સુસાઇડ નોટ મૃતકે જ લખી છે કે નહીં તથા એમાં જે નામો લખ્યાં છે તેમની શું ભૂમિકા છે ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત