Homeગુર્જર નગરીસુરત: નશામાં ધૂત યુવકે પાણીની જગ્યાએ એસીડ પી લેતા મોત, આવતા મહિને...

સુરત: નશામાં ધૂત યુવકે પાણીની જગ્યાએ એસીડ પી લેતા મોત, આવતા મહિને જ હતા બહેનના લગ્ન

Team Chabuk-Gujarat Desk: સુરતમાં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક નશામાં ધૂત પરપ્રાંતીય યુવકે પાણીની જગ્યાએ એસીડ પી લીધુ જેના કારણે તેનું નશામાં જ મોત થયું. મૃતક યુવકનું નામ જિતેન્દ્ર જેના છે  જે પાંડેસરા વિસ્તારમાં સંચા કારીગર હતો. તપાસમાં સામે આવ્યું છે કે, તે ત્રણ પોટલી બહાર પીને આવ્યો હતો અને ત્રણ પોટલી સાથે લઈને આવ્યો હતો.

જિતેન્દ્ર જેના સંચા કારીગર હોવાનું અને ઓડિશાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પિતાના નિધન બાદ પરિવારનો એકનો એક આર્થિક સહારો પણ છીનવાઈ જતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. એટલું જ નહીં દુઃખની વાત એ છ કે, આવતા મહિને જ તેની બહેનના લગ્ન લેવાની તૈયારી પણ ચાલી થઈ હતી.

મૃતક જીતેન્દ્ર જેના

જિતેન્દ્ર જેના સાથે રહેતા તેના રૂમ પાર્ટનરે આ અંગે જણાવ્યું હતું કે, જીતેન્દ્ર રઘા જેના મૂળ ઓડિશાનો વતની હતો. ત્રણ મહિના પહેલાં જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. પિતાના નિધન બાદ બે બહેન અને વિધવા માતાનો એકનો એક આર્થિક સહારો હતો. દારૂના નશામાં એસિડ પી લીધા બાદ તેણે કહ્યું, મેં એસિડ પી લીધું છે, એટલે તમામ રૂમ પાર્ટનર ચોંકી ગયા હતા. તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments