Homeગુર્જર નગરીલાકડા જેવો શીરો! : શાહબુદ્દીન રાઠોડે વનેચંદ પર કહેલ જોક્સ 2022માં સાચો...

લાકડા જેવો શીરો! : શાહબુદ્દીન રાઠોડે વનેચંદ પર કહેલ જોક્સ 2022માં સાચો પડી ગયો…

Team Chabuk-Gujarat Desk: જમાના પહેલાની આ વાત છે. ડાયરામાં શાહબુદ્દીન રાઠોડ વનેચંદના વરઘોડાની વાત કરી જમાવટ બોલાવતા હતા. ત્યારે આ લખનારનો જન્મ નહોતો થયો અને વાંચનારાઓ કાં યુવાન હશે કાં એમનો પણ જન્મ નહીં થયો હોય. એમાં લગ્નની વાત વાજતે ગાજતે ને માંડ માંડ છેક જમણવાર સુધી પહોંચી જાય છે. બધા જમાવા બેસે છે. થાડી ઉપર ધડીંગ… ધડીંગ…. ધડીંગ…. લાડવા પછડાવા મંડે છે. આખી જાન બહુ મહેનત કરે પણ લાડવા ન તૂટે. એમાં એક વ્યક્તિ ઊંચો થઈ સાદ પાડે છે : ‘એ તૂટ્યો… તૂટ્યો…’

જાનૈયા એક સૂરમાં પૂછે : ‘શું?’’

તો કે: ‘મારો દાંત.’

આ તો રમૂજ માટે એક જોક્સ હતો, પણ કોણે વિચાર્યું હશે કે 1970માં ખડખડાટ હસાવતો શાહબુદ્દીનભાઈનો એ જોક્સ વર્ષ 2022માં કંઈક અલગ રીતે સત્યઘટના પણ બની જાય.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા એક વીડિયોએ ચકિત્ત કરી દીધા છે. એક આધેડ છે. તેમના એક હાથમાં હથોડી છે અને બીજા હાથમાં છીણી છે. પ્રથમ દૃષ્ટીએ આ આધેડ કોઈ સુથાર કે લુહારનું કામ કરતા હોય એવા લાગે, પણ ના, આ શ્રીમાન તોડી રહ્યા છે શીરો. રસોયાએ એવી કારીગરી કરી નાખી કે હથોડી અને છીંણીના અપરંપાર પ્રહારથી પણ શીરો તૂટી નહોતો રહ્યો. એક તો શિયાળાની હાડ થીજવી નાખતી ઠંડી અને એ ઠંડીમાં હથોડી લઈ શીરો તોડવો એટલે?

જે પણ લોકો આ વીડિયો જુએ છે બસ એક જ વાતની ચર્ચા કરે છે કે શીરામાં એવું તે શું નાખ્યું કે એ શીરો ઘીનો મટી લાકડાનો બની ગયો? સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોને જોઈ નેટીઝન્સ તો દાંત કાઢી જ રહ્યા છે પરંતુ આસપાસમાં ઊભેલા લોકો પણ કડાઈ ઉપર શીરાની અવદશા જોઈ દાંત કાઢી રહ્યા છે. આશ્ચર્યની વાત નથી, કારણ કે 2019 પછીથી આપણે બધું અવનવું જ જોઈ રહ્યા છીએ!

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments