Homeગામનાં ચોરેપૂર્વ પ્રેમિકાને મળવા ગયેલા યુવકની યુવતીના પરિવારજનોએ ચાકુના ઘા મારી હત્યા કરી...

પૂર્વ પ્રેમિકાને મળવા ગયેલા યુવકની યુવતીના પરિવારજનોએ ચાકુના ઘા મારી હત્યા કરી નાખી

Team Chabuk-National Desk: દિલ્હીના મયૂર વિહારના ત્રિલોકુરી વિસ્તારમાં એક પરિવારે આબરુ માટે થઈ પાડોશી યુવકની ચાકુના ઘા મારી હત્યા કરી નાખી. આ યુવકના લગ્ન થઈ ગયા હોય, લગ્ન બાદ પણ તે પૂર્વ પ્રેમીકાને ચોરીછૂપે મળતો હતો. આ વાત યુવતીના પરિવારજનોને પસંદ નહોતી. સોમવારે જ્યારે યુવતીને મળવા માટે તેનો પૂર્વ પ્રેમી પહોંચ્યો તો યુવતીની બહેને શોરગૂલ કર્યો હતો અને ત્યાં યુવતીનો ભાઈ અને તેની માતા પહોંચી ગયા હતા. આરોપીઓએ હુમલો કરી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું.

મૃતક વ્યક્તિની ઓળખ 27 વર્ષીય સલમાનના રૂપે થઈ છે. પોલીસે મંગળવારના રોજ પોસ્ટમોર્ટમ બાદ સલમાનનો મૃતદેહ પરિવારને પરત કર્યો હતો. હત્યા સહિતની કલમો લગાવી મયૂર વિહાર પોલીસે પૂર્વ પ્રેમિકાની માતા નજમા અને તેની બહેન ફરીદાની ધરપકડ કરી હતી. ઘટના બાદ છોકરીનો ભાઈ ફરદીન ઉર્ફ અદ્દુ અને તેના બે મિત્ર સમીર અને શઝર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસ તેની તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સલમાન પોતાના પરિવારની સાથે 20-61 ત્રિલોકપૂરી વિસ્તારમાં રહેતો હતો. તેના પરિવારમાં તેની માતા મકસૂમા સિવાય બે ભાઈ, પત્ની અફસાના, ત્રણ વર્ષની પુત્રી અને એક વર્ષનો પુત્ર છે. સલમાન પેન્ટિંગનું કામ કરતો હતો. મૃતકની માતા મકસૂમાએ જણાવ્યું હતું કે, લગ્ન પૂર્વે તે પાડોશી છોકરી હિનાને મળતો હતો. બંને એકબીજાને પસંદ પણ કરતા હતા. આ વાત બેઉંના પરિવારજનોને બિલકુલ પસંદ નહોતી.

મૃતક સલમાને પરિવારજનોના દબાણને વશ થઈ ચાર વર્ષ પહેલા નિકાહ કરી લીધા હતા. જોકે હિનાએ લગ્ન નહોતા કર્યા. એ હજુ પણ સલમાન પર લગ્નનું દબાણ નાખતી હતી. એ સલમાનને વારંવાર કહેતી હતી કે તે પોતાની પત્નીને છોડી દે અને તેની સાથે લગ્ન કરી લે, પણ સલમાન હંમેશા તેને ના પાડતો હતો. આરોપ છે કે સોમવારની રાત્રે હિનાએ ફોન કરી સલમાનને મળવા પોતાના ઘરની પાસે બોલાવ્યો હતો. સલમાન ત્યાં પહોંચ્યો અને હિનાની સાથે વાતચીત કરવા લાગ્યો. એ વચ્ચે હિનાની બહેન ફરિદાએ બંનેને સાથે જોઈ લેતા ગોકીરો કરી મૂક્યો હતો.

પહેલા હિનાની માતા નજમા ત્યાં પહોંચી હતી, એ પછી તેનો ભાઈ ફરદીન પણ તેના કેટલાક મિત્રોને લઈ ત્યાં પહોંચ્યો હતો. આરોપ લાગ્યો છે કે માતા અને બહેન ફરીનાના કહેવા પર આરોપીએ પહેલા સલમાનને ઢોર માર માર્યો અને પછી ચાકુના એક બાદ એક વાર કરી તેને ઈજા પહોંચાડી. વધારે અવાજ થતા સલમાનની માતા મકસૂમા ત્યાં પહોંચી ગઈ.

આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મકસૂમા પોતાના પરિચિતોની સાથે સલમાનને એલબીએસ હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં તેને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો. બાદમાં પોલીસે મકસૂમાના નિવેદન પર કેસ ફાઈલ કરી નજમા અને ફરીનાની ધરપકડ કરી હતી. પોલીસ આરોપી ફરદીન અને તેના મિત્રોની તપાસ કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments