Homeગુર્જર નગરીઅમદાવાદનો આ લંપટ શિક્ષક વિદ્યાર્થિનીને બે વર્ષ સુધી પીંખતો રહ્યો, વીડિયો પણ...

અમદાવાદનો આ લંપટ શિક્ષક વિદ્યાર્થિનીને બે વર્ષ સુધી પીંખતો રહ્યો, વીડિયો પણ બનાવ્યા, લગ્નની વાત આવતી તો બ્લેકમેઈલ કરતો

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં ફરી એકવાર એક શિક્ષક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી એલન નામના ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

આરોપ છે કે, મયંક દીક્ષિત નામના શિક્ષકે વર્ષ 2016થી 2018 દરમિયાન ક્લાસીસની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આરોપી શિક્ષકે વિદ્યાર્થિની સાથે વીડિયો પણ બનાવ્યા હતા અને જ્યારે જ્યારે વિદ્યાર્થિનીના લગ્નની વાત આવતી તો આરોપી શિક્ષક વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતો.આ સમગ્ર મુદ્દે વિદ્યાર્થિનીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી લીધી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, થલતેજમાં આવેલા એલન ક્લાસીસમાં મયંક દીક્ષિત નામનો શિક્ષક ભણાવતો હતો. વર્ષ 2016 દરમિયાન 16 વર્ષની સગીરા પણ ક્લાસીસમાં ભણતી હતી. એ દરમિયાન લંપટ શિક્ષકની નજર પીડિતા પર પડી હતી. શિક્ષક મયંક દીક્ષિત તેના પર સતત 2018 સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. એ બાદ યુવતીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું.

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, વિદ્યાર્થિની કોઈ અન્ય સાથે લગ્ન ન કરે એ માટે શિક્ષકે યુવતીને બ્લેકમેઈલ કરવાનું ચાલુ રાખ્યું હતું. યુવતીથી સહન ન થતાં તેણે સમગ્ર મામલે પરિવારને જાણ કરી હતી. એ બાદ પરિવારે શિક્ષક વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી આજે આરોપી મયંક દીક્ષિતની ધરપકડ કરી છે. આરોપી મયંક દીક્ષિત અગાઉ એલન ક્લાસીસમાં ફરજ બજાવતો હતો અને અત્યારે બાયજુસ ક્લાસીસમાં ભણાવે છે. આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ લંપટ શિક્ષકનું કૂંડળી કાઢી રહી છે અને અન્ય વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તન કર્યું છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલું છે. પોલીસની તપાસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments