Homeગુર્જર નગરીમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ટીમ ગુજરાતે ૧ર૧ દિવસમાં ખેડૂતો માટે શું કર્યું? જાણો...

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ટીમ ગુજરાતે ૧ર૧ દિવસમાં ખેડૂતો માટે શું કર્યું? જાણો એક ક્લિકમાં…

Team Chabuk-Gujarat Desk: 13 સપ્ટેમ્બર, 2021ના રોજ ગુજરાતના ઇતિહાસમાં એક નવા સુકાની તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નોંધ થઈ. ગુજરાતના ઇતિહાસમાં એક જ પક્ષની સરકાર હોય અને મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ નવું આવ્યું હોય તે આ પ્રથમ ઘટના બની. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે ૧૨૧ દિવસમાં ખેડૂતો અને પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યા છે. જેની નોંધ ચાબુકે લીધી છે.. આપની સામે પ્રસ્તુત છે કેટલાક મહત્વના નિર્ણયો..

ખેડૂતો માટે રાહત પેકેજ

૧૨૧ દરમ્યાન રાજ્ય સરકારે કરેલ કામગીરી અંગે કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકશાન અન્વયે પ્રથમ તબક્કામાં ચાર જીલ્લા(જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ)ના ૨૩ તાલુકાના ૬૮૨ ગામોના ખેડૂતોને મદદરૂપ થવા માટે કુલ રૂ. ૫૪૭ કરોડનુ માતબર સહાય પેકેજ જાહેર કરાયુ હતુ. જે અન્વયે આજદીન સુધી ૨.૨૧ લાખ ખેડૂતોને રૂ. ૪૪૨.૩૧ કરોડનું ચૂકવણું કરી દેવામા આવ્યુ છે. જ્યારે બીજા તબક્કામાં નવ જીલ્લાઓ(અમદાવાદ, અમરેલી,ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, જુનાગઢ,પંચમહાલ અને વડોદરા)ના ૩૭ તાલુકાઓના ૧૫૩૦ ગામોના ખેડૂતોને મદદરૂપ થવા માટે કુલ રૂ. ૫૩૧ કરોડનુ સહાય પેકેજ જાહેર કરવામા આવ્યુ છે. જે અન્વયે આજદીન સુધી ૯૬ હજાર ખેડૂતોને રૂ૯૯.૦૮ કરોડનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ છે.

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન

પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. આગામી સમયમાં રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ૧૦૦ કરોડનું ફંડ આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત આગામી દિવસોમાં ગ્રામ્યકક્ષાએ ખેડૂત તાલીમ કાર્યક્રમો, કૃષિ શિબિરો, ગુણવત્તા ચકાસણી લેબોરેટરી, માસ્ટર ટ્રેનર્સની સુવિધાઓ વિકસાવાશે. આ સમયમાં ડાંગને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતો જિલ્લો જાહેર કરવામાં આવેલ છે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન હેતુ મોબાઈલ એપ્લીકેશન, ઈ-રીક્ષા લોન્ચ કરવામાં આવી છે. જેથી પ્રાકૃતિક ઉત્પાદનને મોટું બજાર મળી રહે.

PM-Kisan યોજના હેઠળ 1149ની ફાળવણી

પ્રધાનમંત્રીના વરદહસ્તે PMKISAN યોજનાના 10માં હપ્તા પેટે દેશના 10.09 કરોડ લાભાર્થી ખેડૂત પરિવારોને રૂ. 20,000 કરોડ પૈકી રાજ્યના 57.48 લાખ પરિવારોને રૂ.1149 કરોડની રકમ સીધી તેમના બેંક ખાતામાં હસ્તાંતરિત કરવામાં આવી છે. તે ઉપરાંત રાજ્યમાં ખરીફ-૨૧ માટે તા.૧૭.૦૧.૨૦૨૨ અંતિત કુલ ૧૨૭ ખરીદ કેન્દ્રો ખાતેથી કુલ ૪૨૮૧૮ ખેડૂતો પાસેથી કુલ ૮૦૭૬૨.૫૮ મે.ટન મગફળી તથા અન્ય કઠોળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે. જેનું મૂલ્ય કુલ રૂ.૪૪૮.૩૦ કરોડ થાય છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા કૃષિક્ષેત્રે વિકાસ મેપે “એગ્રો એન્ડ ફુડ પ્રોસેસીંગ – એન્ટરીંગ ઇન ન્યુ એરા ઓફ કો-ઓપરેશન” વિષય પર આણંદ ખાતે પ્રિ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧ નું આયોજન કરવામા આવ્યુ હતું. સમિટના ઉદ્ઘાટન પ્રસંગે રૂ.૨૩૭૭ કરોડના નવ એમઓયુ કરવામાં આવેલ હતા. તેમજ પ્રાકૃતિક ખેતી વિષય પરના રાષ્ટ્રીય સંમેલનમાં પાંચ હજાર કરતા વધુ ખેડૂતો, ખેડૂત સંગઠનો, સહકારી સંસ્થાઓ, ૧૫૦૦ કૃષિ વૈજ્ઞાનિકો, વિદેશી આમંત્રિતો અને ૧૦૦ જેટલા એગ્રો પ્રોસેસિંગ સાથે જોડાયેલી વ્યક્તિઓએ ભાગ લીધો હતો.

ખેડૂત-પશુપાલકોને રૂ.૧૫૯૧.૧૪ લાખની સહાય

રાજ્ય સરકાર દ્વારા સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેડૂતલક્ષી કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેડૂતલક્ષી પ્રાકૃતિક ખેતી અંગેનું નિદર્શન, શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ તથા પશુઆરોગ્ય મેળાનું આયોજન, વિવિધ કૃષિલક્ષી યોજનાઓના મંજૂરી હુકમ વિતરણ તેમજ તમામ જિલ્લાઓમાં વિનામૂલ્યે છત્રીઓનું મંત્રીશ્રીઓ સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં તમામ જિલ્લાઓના કુલ ૩૨૧૭૯ ખેડૂતોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. રાજ્યમાં જુદી જુદી યોજના હેઠળ કૃષિ,બાગાયત તેમજ પશુપાલક એમ કુલ ૮૧૭૭ લાભાર્થીઓને અંદાજીત કુલ રકમ રૂ.૧૫૯૧.૧૪ લાખની રકમની સહાય/ મંજૂરીપત્રોનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

સ્માર્ટફોન ખરીદીમાં સહાય

રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં જરૂરી સુધારાઓ કરી આ નિર્ણાયક સરકારે કેટલાક સુધારાઓ કર્યા છે. જેમા ખેડૂતોને સ્માર્ટફોન વસાવવા માટે મળતી સહાયના ધોરણ સુધારવા ઉપરાંત ટ્રેક્ટર સહાય ધોરણ સુધારવા તેમજપાક સંગ્રહ સ્ટ્રક્ચરના સહાય ધોરણ સુધારવાનો પણ સમાવેશ થાય છે. અગાઉ આ યોજના અન્વયે ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કર્યેથી રૂ.૧૫૦૦૦/- સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર થતી હતી. જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૧૦% સહાય અથવા રૂ.૧૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થતી હતી. સ્માર્ટફોન માટે સહાયના ધોરણોમાં સૂચવેલ સુધારા મુજબ હવે ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કર્યેથી રૂ.૧૫૦૦૦/- સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે. જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦% સહાય અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય ચુકવવા બાબતે દરખાસ્ત કરવામાં આવી છે. રાજ્યનાં ૧ લાખ ખેડૂતોને સ્માર્ટફોન વસાવવા માટે વિશેષ સહાય અંગે યોજનાને મંજૂરી આપી છે.

ટ્રેક્ટર સહાયમાં વધારો કરવા દરખાસ્ત

એજીઆર-૫૦ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ અગાઉ ટ્રેક્ટરમાં ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના મોડેલમાં ખર્ચના ૨૫% અથવા રૂ. ૪૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે અને ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવરથી વધુ અને ૬૦ પી.ટી.ઓ હોર્સપાવર સુધીના મોડેલમાં ખર્ચના ૨૫% અથવા રૂ. ૬૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે ખેડૂતને ચુકવવામાં આવતી હતી. જે હવે રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને આગામી વર્ષ ૨૦૨૨-૨૩ થી ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર મોડેલમાં ખર્ચના ૨૫% અથવા રૂ. ૬૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે અને ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવરથી વધુ અને ૬૦ પી.ટી.ઓ હોર્સપાવર સુધીના મોડેલમાં ખર્ચના ૨૫% અથવા રૂ. ૭૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે ચુકવવા દરખાસ્ત કરવામાં આવી છે.

ગોડાઉનની સહાયમાં વધારો કરવા દરખાસ્ત

પાક સંગ્રહ સ્ટ્રક્ચરના સહાય ધોરણ સુધારવા અંગેની દરખાસ્ત અંગે વિસ્તૃત વિગતો આપતા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, અગાઉ રાજ્યના દરેક વર્ગના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર પાક સંગ્રાહક સ્ટ્રકચર બનાવવા કુલ ખર્ચના ૫૦% અથવા રૂ ૫૦,૦૦૦/- (પચાસ હજાર) બે માંથી જે ઓછું હોય તે સહાય એક તબક્કે ચુકવવાનું નિર્ધારીત થયેલ હતું. જે હવે રાજયના દરેક વર્ગના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર ઠરાવ મુજબના સ્પેશીફીકેશન ધરાવતા પાક સંગ્રાહક સ્ટ્રકચર બનાવવા કુલ ખર્ચના ૫૦% અથવા રૂ ૧૦૦,૦૦૦/- (એક લાખ) બે માંથી જે ઓછુ હોય તે સહાય ચુકવવા બાબતે દરખાસ્ત રજુ કરવામા આવી છે.

વન્યપ્રાણીઓના હુમલા સંદર્ભે સહાયમાં વધારો

વન્ય પ્રાણીઓ દ્વારા રાજ્યના ખેડૂતોના પાકને થતું નુકશાન અટકાવવા તેમનાખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટે રાજ્ય સરકાર ખેડૂતોને વિશેષ રક્ષણપુરૂ પાડી રહી છે. જે અંતર્ગત ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટેપ્રતિ રનીંગ મીટર રૂ.૨૦૦-૦૦ અથવા થનાર ખર્ચના ૫૦ ટકા બંને માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે. કાંટાળા તારની વાડ બનાવવા માટે ખેડૂત/ખેડૂત જૂથે તેઓની અરજીઓનું ક્લસ્ટર બનાવી I-KHEDUT પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછો ૫ હેક્ટરનો વિસ્તાર જરૂરી છે.I-KHEDUT પોર્ટલ પર આવીકુલ ૪૮,૦૫૩ અરજીઓ મળેલ હતી. જેમાંથી બાકી રહેલ ૨૧,૧૬૭ ખેડૂત/ખેડૂત જુથની અરજીઓને આજેડ્રો દ્વારા કાંટાળા તારની વાડ બનાવવાનો લાભ આપવા પસંદ કરવામાં આવશે.I-KHEDUT પોર્ટલ પર મળેલ અરજીઓ પૈકી અગાઉ ૫,૭૫૩ ખેડૂતોને તારની વાડ બનાવવાની મંજૂરી આપવામાં આવેલ છે. તે ઉપરાંત ૪૫૦૦ને વર્ક ઓર્ડર આપવામા આવ્યો અને ૧ હજાર લોકોએ કામ શરૂ કરી દીધા છે.

પશુપાલકોને મદદ

રાજ્યના પશુપાલકોને સહાય રૂપ થવા રાજ્ય સરકારે અનેકવિધ પગલાંઓ લીધા છે. જામનગર જીલ્લા માટે ૬, જુનાગઢ જીલ્લા માટે ૫ અને રાજકોટ જીલ્લા માટે ૨ મળી કુલ ૧૩ મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ/ફ્લેગઓફ કરવામાં આવ્યું. ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના, રાજકોટ કચેરી માટે રૂ. ૩.૨૭ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ નવનિર્મિત મકાનનું તેમજ કાંકરેજ ગાય અને બન્ની ભેંસના જાળવણી અને સંવર્ધનની કામગીરી માટે કાર્યરત ભુજ ખાતે ફાર્મ માટે રૂ. ૫૭.૭૩ કરોડના ખર્ચે નવનિર્મિત કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. કુલ ૯૪ પશુ આરોગ્યમેળા/જાતીય આરોગ્ય કેમ્પનું આયોજન કરી કુલ૩૫,૫૯૪ પશુઓને સારવાર પુરી પાડવામાં આવી. જેનો કુલ ૬,૪૯૮ પશુપાલકોએ લાભ લીધો છે.

સેન્ટર ફોર એક્સેલેન્સ

રાજ્યના ખેડૂતોને બાગાયતી ખેતી તરફ વાળવા માટે રાજ્ય સરકારે મહત્વનું પગલું ઉપડ્યું છે અને ખેડૂતોને કૌશલ્યવર્ધક તાલીમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સુંશી મુકામે લીંબુ વર્ગીય પાકો માટેના સેન્ટર ઓફ એકસેલેંસનું તેમજ વલસાડ જિલ્લાના ચણવઈ મુકામે ફૂલપાકો માટેના સેન્ટર ઓફ એકસેલેંસનું ઇ-લોકાર્પણ કરાયું છે. આગામી વર્ષ ૨૦૨૨-૨૩ માં જામનગર, અમદાવાદ અને ખેડા જિલ્લાઓમાં પણ વધુ ૩ નવા સેન્ટર ઓફ એક્સેલન્સ ઉભા કરવાનું આયોજન છે.

બાગાયત તાલીમ

બાગાયત ખાતાના “કેનિંગ અને કિચન ગાર્ડન સેન્ટરો” ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટના સેન્ટર” તરીકેની તાલીમ આપવા માટે રાજ્યના ૩૩ જીલ્લાઓમાં ઓનલાઇન માધ્યમથી કૂલ ૧૪૯૫ તાલીમાર્થીઓને તાલીમ આપી યોજનાનું સમગ્ર રાજ્યમાં અમલીકરણ શરૂ કરવામાં આવ્યું. જેના દ્વારા શહેરી વિસ્તારમાં પોતાના ઘરની આજુ બાજુની ખુલ્લી જગ્યામાં કિચન ગાર્ડન, હર્બલ ગાર્ડન, રૂફટોપ ગાર્ડન, બાલ્કની ગાર્ડન દ્વારા બાગાયતી પેદાશનુ ઉત્પાદન કરી પોતે ઉપયોગ કરી પોષણ અને સ્વાસ્થ્યની જાળવણી કરવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું. બાગાયત ખાતા દ્વારા રાજ્યમાં રોડ સાઈડ ખુલ્લામાં ફળ- શાકભાજીનું વેચાણ કરતા નાના વેચાણકારોને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા, ગરમીથી રક્ષણ મળે, વજનમાં ઘટ ન આવે તે હેતુસર વિનામુલ્યે ૩૦૦૦૦ લાભાર્થીઓને રૂ. ૬.૦૬ કરોડના છત્રી/શેડ કવર પુરા પાડવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવેલ. જે અંતર્ગત રાજયના ૩૦,૦૦૦ લાભાર્થીઓને વિતરણ કરી ૧૦૦% સિધ્ધી હાંસલ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments